ETV Bharat / city

AIMIMના મહારાષ્ટ્રના સાંસદ ઈમ્તિયાઝ જલિલની સાથે ETV ભારતની ખાસ વાતચીત - બીટીપીના સુપ્રીમો છોટુ વસાવા

વડોદરા અને ભરૂચની મુલાકાત બાદ AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલિલ અને મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય વારીસ પઠાણ આજે સુરત પહોંચ્યા છે. તેઓ આજે સુરતના પ્રોફેશનલ્સ સાથે મુલાકાત કરી પાર્ટીની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની રણનીતિ નક્કી કરશે. તેમણે ગઈ કાલે જ છોટુ વસાવા સાથે મુલાકાત કરી તેમની પાર્ટી બીટીપી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

AIMIMના મહારાષ્ટ્રના સાંસદ
AIMIMના મહારાષ્ટ્રના સાંસદ
author img

By

Published : Jan 3, 2021, 11:44 AM IST

સુરત :બારડોલી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે અલગ અલગ પાર્ટીઓએ પણ તૈયારી આરંભી દીધી છે. આ વખતની ચૂંટણીમાં હૈદરાબાદની ઓવૈસીની પાર્ટી AIMIM (ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન)એ પણ છોટુ વસાવાની પાર્ટી બીટીપી સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ભરૂચ ખાતે AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલિલ અને માજી ધારાસભ્ય વારીસ પઠાણે છોટુ વસાવા સાથે મુલાકાત બાદ આ ગઠબંધનની જાહેરાત કરી હતી. બંને નેતાઓ આજે સુરત આવી પહોંચ્યા છે. લોકો સાથે મળી પાર્ટીની રણનીતિ ઘડશે.

AIMIMના મહારાષ્ટ્રના સાંસદ ઈમ્તિયાઝ જલિલની સાથે ETV ભારતની ખાસ વાતચીત

ગુજરાતના લોકો ઈચ્છે છે કે અમારી પાર્ટી અહીં ચૂંટણી લડે

સુરત ખાતે આવી પહોંચેલા AIMIMના મહારાષ્ટ્રના સાંસદ ઈમ્તિયાઝ જલિલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ચાહે છે કે, અમારી પાર્ટી અહીં આવીને ચૂંટણી લડે અને આ જ કારણોસર અમે બીટીપીના સુપ્રીમો છોટુ વસાવા સાથે મળીને ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે. વડોદરા અને ભરૂચની મુલાકાત બાદ તેઓ સુરત પહોંચ્યા છે અને અહીં આજે તેઓ પ્રોફેશનલ્સ તેમજ અન્ય પાર્ટીથી નારાજ હોય તેવા નેતાઓ સાથે મુલાકાત કરવાના છે.

70 વર્ષથી આદિવાસી, દલિત અને મુસલમાનોનો રબર સ્ટેમ્પ તરીકે જ ઉપયોગ થયો

ઈમ્તિયાઝે વધુમાં જણાવ્યું કે, 70 વર્ષથી આદિવાસી, દલિત અને મુસલમાનોનો વિવિધ પાર્ટીઓએ માત્ર રબર સ્ટેમ્પ તરીકે જ ઉપયોગ કર્યો છે. પાંચ વર્ષ સત્તામાં આવવા માટે સોનેરી સપના બતાવવા સિવાય કશું કર્યું નથી. પરંતુ હવે વાત થશે બરાબરીની ન વાત થશે. જેના માટે આજ સુધી કોઈ બોલતું ન હતું તેની અવાજ અને તાકાત બનીને આમારી પાર્ટી સામે આવશે.

કોરોનાની વેકસીન પહેલા મોદી અને અમિત શાહ લગાવે

કોરોના માટેની જે વેકસીન ભારતમાં આવી રહી છે તેના પ્રચાર પ્રસાર બાબતે પૂછતાં જલિલે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, પહેલા મોદી અને અમિત શાહ આ રસી લગાવી દે પછી અમે વિચારીશું.

ગુજરાતના લોકોને નવો વિકલ્પ મળશે

પૂર્વ ધારાસભ્ય વારીસ પઠાણે જણાવ્યું હતું કે, અમે બીટીપી સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડીશું. અત્યાર સુધી ગુજરાતમાં માત્ર બે જ પાર્ટી હતી. ગુજરાતના લોકોને અન્ય કોઈ વિકલ્પ ન હતો. અમારી પાર્ટી આવવાથી લોકોને નવો વિકલ્પ મળશે. જેમાં પાર્ટી કામયાબ થશે એવો વિશ્વાસ તેમણે ETV ભારત સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો.

આદિવાસી પટ્ટામાં નવા સમીકરણ સર્જાવાની સંભાવના

આ ગઠબંધનને લઈ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી પટ્ટીમાં નવા સમીકરણો સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે અત્યાર સુધી ત્રીજો મોરચો ગુજરાતમાં કોઈ કાઠું કાઢી શકયો નથી. ત્યારે બીટીપી અને AIMIMનું ગઠબંધન કેવી રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.