- સુરતમાં સ્કુલોએ ધોરણ 11નું એડમીશન આપવામાં કર્યું ચાલું
- એટમિશન બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીનું મૌન
- માસ પ્રમોશન મામાલે વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાયા
સુરત: સરકાર દ્વારા રાજ્યના ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે, હજી સુધી ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરિણામ કઇ રીતે આપવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. એ પહેલા જ સુરતની ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં ધોરણ 11નું એડમીશન પણ આપવામાં આવી રહ્યું છે. કેટલીક સ્કૂલોમાં તો ધોરણ 11ની સીટો પણ ફૂલ થઇ ગઈ છે. આ ઉપરાંત, કેટલીક સ્કૂલોમાં એડમીશન માટે વેટિંગમાં નામો પણ બોલાઈ રહ્યા છે. આ બધા સવાલો સામે જિલ્લા શિક્ષણ અધિકારી મૌન સાધીને બેઠા છે.
આ પણ વાંચો: માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ આપશે માર્કશીટ
એડમીશન આપવામાં આવ્યા હશે તો અમે આ અંગે તપાસ કરાશે
જિલ્લા શિક્ષણ અધિકારીને ETV Bharat દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, સુરતની ઘણી સ્કૂલોમાં ધોરણ 11નું એડમીશન આપવામાં આવી રહ્યું છે. આ ઉપારંત, કેટલીક સ્કૂલોમાં સીટ પણ ફૂલ થઇ ગઈ છે. ત્યારે, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હાલ આ બાબતની મને કોઈ જાણ નથી. પરંતુ, સ્કુલો દ્વારા માત્ર ધોરણ 11ના એડમીશન માટેની તૈયારીઓના ભાગરૂપે ખાલી ફોર્મ તૈયાર રાખ્યા હોય અથવા તો બની શકે કે જે વિદ્યાર્થી ધોરણ 10માં જે સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તેને તેજ સ્કૂલમાં ધોરણ 11માં એડમીશન જોઈતું હોય તો તેનું ખાલી નામ લખવામાં આવેલું હોય શકે છે. વધુમાં તેમણે કહ્યું કે, પણ હા આ એડમીશન સરકારી સ્કૂલોમાં તો નઈ જ કરવામાં આવે. ત્યારે, સરકારી સ્કૂલોમાં તો હજી એડમીશન માટે તૈયારીઓ કરવામાં આવી છે પણ કોઈના નામ વગેરે લેવામાં આવ્યા નથી. ખાનગી સ્કૂલોમાં જો નામ વગેરે લેવામાં આવે તો પણ એડમીશન તો નઈ જ આપવામાં આવે હાલ તેવી રીતે એડમીશન આપવામાં આવ્યા હશે તો અમે આ અંગે તપાસ કરીશું.
આ પણ વાંચો: ધોરણ 10માં નિયમિત રિપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા NSUI એ કરી શિક્ષણ પ્રધાનને માગ
માસ પ્રમોશનને લઈને વિદ્યાર્થીઓ મુંજવણમાં
ગ્રાન્ટેડ શાળાના ઉપપ્રમુખ ડો. કેતનએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યુ કે, આ કોરોનાની આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થોને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એ ખુબજ સારી વાત છે પણ એ સાથે જ એમ પણ જાહેરાત કરી દીધી હોત કે કઇ રીતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા છે તો તેઓને ધોરણ 10ના પરિણામને આધારે કોઈ વિદ્યાર્થીને ITI કરવું હોય અથવા તો કોમર્સ, સાઇન્સ કે પછી આર્ટ્સ આ બાબાતે વિદ્યાર્થીઓ મુંજવણમાં છે.