- આરોપી સુરત લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો
- મંગળવારે તેનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું
- જેલમાં તેની સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ
સુરત: શહેરમાં કચ્છ ભુજનો રહેવાસી અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો 32 વર્ષીય ઈસ્લામિક અસલમ ચાકી મારામારીના કેસમાં સાડા ત્રણ મહિનાથી પાસા એક્ટમાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો. જેમાં મંગળવારે તેનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તેનું મોત કોઇ બીમારીથી નહીં પરંતુ જેલમાં તેની સાથે મારામારી થઈ છે. આથી મૃતકનું ફોરેન્સિક પીએમ કરવામાં આવે.
પરિવારે ફોરેન્સિક પીએમની માગ કરી
મૃતક નાનાભાઈ આસિફે જણાવ્યું હતું કે, મારે જેલમાં કેદી સાથે મારામારી થઈ છે. મને પેટમાં અને હાથમાં સતત દુ:ખાવો થાય છે. જોકે મંગળવારે જેલમાંથી ફોન કરી જાણ કરાઈ કે અસલમનું મોત થયું છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, તેને હોસ્પિટલમાં દાખલ કરાયો તેની પણ અમને જાણ કરાઇ ન હતી. તેમને મોત થયા બાદ જાણ કરાઇ હતી. અલગ-અલગ બીમારી હોવાની વાત અમને જણાવી રહ્યા છે. સાચી હકીકત શું છે તે કોઈ અમને જણાવી નથી રહ્યા. અમે ફોરેન્સિક પીએમની માગ કરી છે.
મોતના પગલે બે સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી
કચ્છ ભુજનો રહેવાસી અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો 32 વર્ષીય અસલમ ચાકી મારામારીના કેસમાં સાડા ત્રણ મહિનાથી ભાષામાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો. તેનું મંગળવારે મોત થયું છે. તેના પરિવારમાં બે ભાઈઓ, પત્ની, બે સંતાન અને માતા-પિતા છે. તેના મોતના પગલે બે સંતાનોના માથેથી પિતાની છત્રછાયા દૂર થઈ છે.