ETV Bharat / city

UPની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા - surat news

વર્ષ 2019માં મૂળ આગરાના 22 વર્ષીય વતની રણજીત ગુર્જરે ઉત્તર પ્રદેશથી સુરતમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં આવેલી 17 વર્ષીય સગીરા પર નજર બગાડી હતી. સગીરાનું અપહરણ કરીને બળજબરીથી ત્રણ વખત દુષ્કર્મ ગુજારી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા રણજીત ગુર્જર નામના આરોપીને કોર્ટે દસ વર્ષની સખત કેદનો હુકમ અને ભોગ બનનારી સગીરાને સાત લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

UPની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

author img

By

Published : Jun 4, 2021, 1:01 PM IST

  • સંબંધીના લગ્ન પ્રસંગમાં આવેલી 17 વર્ષીય સગીરા પર નજર બગાડી
  • તબિયત બગડતાં પરિવારજનોએ સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી

સુરત: ઉત્તર પ્રદેશથી સુરતમાં લગ્નમાં આવેલી સગીરાનું અપહરણ કરીને બળજબરીથી ત્રણ વખત દુષ્કર્મ ગુજારી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા રણજીત ગુર્જર નામના આરોપીને કોર્ટે 10 વર્ષની કેદનો હુકમ અને ભોગ બનનારી સગીરાને રૂપિયા 7 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, વધુ 2 આરોપીઓ ઝડપાયા

બળજબરી કરીને સગીરાને લઈ ગયો

વર્ષ 2019માં મૂળ આગરાના 22 વર્ષીય વતની રણજીત ગુર્જરે ઉત્તર પ્રદેશથી સુરતમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં આવેલી 17 વર્ષીય સગીરા પર નજર બગાડી હતી. સગીરા તેના મામાના ઘરે ગઈ હતી ત્યારે રણજીત ઘર પાસે આંટાફેરા મારીને સગીરાને ગત તારીખ 25 મે 2019ના રોજ મોટરસાઇકલ પર બેસાડીને આવાસમાં લઈ ગયો હતો. ત્યારબાદ બપોરના સમયે સગીરાએ રણજિતને સગીરાએ તેના મામાના ઘરે નથી જવાનું કહેતા રણજિતે બળજબરી કરીને સગીરાને એક મિત્રના મોટર સાઇકલ પર લઈ ગયો હતો.

UPની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ
UPની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

આ પણ વાંચો: અમદાવાદમાં ટ્યૂશન ટીચરના પતિએ 15 વર્ષની સગીરાને પર દુષ્કર્મ ગુજારતા ધરપકડ

વધુ સજા થાય તેવી દલીલો

સગીરાએ વિરોધ કરતા તેને ચૂપચાપ ગાડી પર બેસી જવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી સગીરા ભયભીત થઈ ગઈ હતી અને આ વાતની પણ જાણ કોઈને કરી ન હતી. ત્યારબાદ તેની તબિયત બગડતા પરિવારજનોએ સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ મામલે પોલીસ મથકે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે આરોપી રણજીતની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો. આ કેસમાં કોર્ટમાં ચાલતા સરકારી વકીલ કિશોર રેવલીયાએ આરોપીને વધુમાં વધુ સજા થાય તેવી દલીલો કરી હતી. કોર્ટે સગીરાના નિવેદનો મેડિકલ પુરાવા દસ્તાવેજ પુરાવા સહિત કેસમાં પુરાવા ધ્યાને લઇ ગુનો સાબિત થઈ જતા આરોપી રણજીતને દસ વર્ષની સખત કેદ અને ભોગ બનનારી સગીરાને સાત લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.