- કોઠારી ગેંગ સામે ફેબ્રુઆરી મહિનામાં ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ થઈ
- નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો
- ATSની ટીમે મુંબઈની હોટલ ખાતેથી સજ્જુ કાઠોરીને ધરપકડ કરી
- આરોપી સજ્જુ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવતો હોવાનું સામે આવ્યું
સુરતઃ જિલ્લાના સુરત શહેરના માથાભારે શખ્સ સજ્જુ કોઠારીની ATS (anti terrorist squad)એ ધરપકડ કરી છે. કોઠારી ગેંગ સામે ફેબ્રુઆરી મહિનામાં ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. ATSની ટીમે મુંબઈની હોટલ ખાતેથી સજ્જુ કાઠોરીને ધરપકડ કરી છે. સજ્જુ હોટલમાં રોકાયો હતો. આરોપી સજ્જુ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સજ્જુ અને તેની ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા અનેક ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં નકલી પત્રકારોની ટોળકીએ પૈસા પડાવ્યાંની ઘટના સામે આવી
10મી ફેબુઆરીના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતa
ઉલ્લેખનીય છે કે સજ્જુને તેની સામે ગુનો નોંધાશે તેવો અંદાજ આવી ગયો હતો. જે બાદમાં તે ગુજરાત છોડીને ભાગી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે સજ્જુ કોઠારી ગેંગના સભ્યો સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે. એવી પણ માહિતી સામે આવી છે કે સજ્જુ કોઠારીએ એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મમાં તેણે વિલનનો રોલ કર્યો હતો. ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો. 10મી ફેબુઆરીના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો અને સજ્જુ હાલ પોલીસની પકડમાં છે તથા તેની ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહમ્મદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહમ્મદ કાસીમ અલી પહેલાથી જ લાજપોર જેલમાં છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો