- VNSGU દ્વારા પરીક્ષાઓ ઓનલાઇન-ઓફલાઇન લેવાનું નક્કી કરાયું
- ABVPએ ઓનલાઈન પરીક્ષા લેવા કરી માગ
- અલગ અલગ નોટિફિકેશનથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં
સુરતઃ veer narmad south gujarat university દ્વારા થોડા સમય પહેલાં જ પરીક્ષાઓની તારીખ બહાર પાડવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા અમુક પરીક્ષાઓ ઑફલાઇન તો અમુક પરીક્ષાઓ ઓનલાઇન લેવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.
આ પણ વાંચોઃ VNSGU તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેશે
VNSGUનાં અલગ-અલગ નોટિફિકેશનને કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓને લઈને અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યા છે. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે કે પરીક્ષા ઓનલાઇન આપવી કે ઑફલાઇન આપવી.ઑફલાઇન આપવી તો કઇ રીતે? હાલ કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-ખંડ બંધ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Surat NSUI દ્વારા સરસ્વતી હિન્દી કોલેજ સામે કાર્યવાહી કરવાની કરી માગ
ABVPએ ઓનલાઈન પરીક્ષા યોજવા કરી રજૂઆત
આ અંગે સુરત શહેર ABVP પ્રમુખ ઈશાન માંટટૂ દ્વારા કહેવામાં આવ્યું કે, હાલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં થોડા દિવસો પછી પરીક્ષાઓ લેવામાં આવશે, પરંતુ આ પરીક્ષાઓને લઈને વિદ્યાર્થો ખુબજ મુંઝવણમાં જોવા મળી રહ્યા છે. પરીક્ષા ઑફલાઈન આપવી કે ઓનલાઈને અને ઑફલાઈને આપવી તો પહેલા વેક્સિનેશન થવું જરૂરી હોય તેવી બધી વાતોથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં જોવા મળી રહ્યા છે.