- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- જૂની અદાવતમાં યુવકની હત્યા
- મૃતક કમલેશ અગાઉ મારામારીના ગુનામાં પકડાયો હતો
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં કમલાકર ઉર્ફે કમલેશ યશવંત પાટીલ નામનો યુવાનની વીરેન્દ્ર ઉર્ફે વીરુ માળી અને પવન ઉર્ફે હજાર સાથે અગાઉ કોઈ કારણોસર ઝગડો થયો હતો. તે ઝગડાની અદાવતમાં ગતરાત્રી 11 એપ્રિલના 11 કલાકે કમલાકર ઉર્ફે કમલેશ યશવંત પાટીલ અને વીરેન્દ્ર ઉર્ફે વીરુ માળી અને પવન ઉર્ફે હજાર સાથે ફરી એક વખત ઝગડો થયો હતો. જે ઝગડામાં કમલાકર ઉર્ફે કમલેશ યશવંત પાટીલને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેવતા તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લાનાં અમરાઈવાડીમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ
હત્યા કરી હત્યારાઓ થયા ફરાર
હત્યારાઓએ હત્યાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીંડોલી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની જાણકારી મળતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી જઇને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ અમરાઈવાડીનો હિસ્ટ્રીશીટર વારંવાર પૈસાની માંગણી કરતો હોવાથી હત્યા કરાઈ
મૃતક યુવક માથાભારે અને તડીપાર હતો
મૃતક કમલાકર ઉર્ફે કમલેશ અગાઉ ડીંડોલી પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. અને તેના વિરુદ્ધ તડીપારની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. અને હાલમાં તે સુરત શહેરમાંથી તડીપાર પણ હતો. જો કે તે તડીપારનો ભંગ કરી સુરતમાં ફરતા તેના વિરુદ્ધ તડીપાર ભંગના ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા.