- ઉમરા ગામ ખાતે જુગાર રમવાનાના મામલે ઝઘડો
- મિત્રને બચાવવા ગયેલા યુવાનની હત્યા થઈ
- શ્રમજીવી પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
સુરતઃ શહેરના ઉમરા ગામ ખાતે માત્ર જુગાર રમવાનાના મામલે ઝઘડો થયો અને મિત્રને બચાવવા ગયેલા યુવાનની હત્યા થઈ હતી. જેના કારણે શ્રમજીવી પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો. જુગાર રમતી વખતે માત્ર 20 રૂપિયાની તકરારને લઈ હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જુગાર રમતા થયો હતો ઝગડો
સુરતના ઉમરા ગામમાં શ્રમજીવી યુવાનો એકબીજા સાથે જુગાર રમી રહ્યા હતા અને એ જ વચ્ચે 20 રૂપિયાના મામલે ઝઘડો શરૂ થયો એટલું જ નહિ એક યુવાને મિત્ર આવી જવાના કારણે ઊભો થયો અને જીતીને જઈ રહ્યો હતો, ત્યારે મામલો વધુ બીચક્યો હતો. જો કે, મિત્રના ઝઘડામાં બચાવવા પડેલા અજય નામના યુવકને ચપ્પુના ઘા વાગી ગયા હતા. જુગાર રમી રહેલા એક જ પરિવારના સભ્યોએ અજય પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા. ત્યારે બાદ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા
અજય લગ્ન પ્રસંગમાં સાઉન્ડ સિસ્ટમનું મજૂરી કામ કરતો હતો. અજય પર જ્યારે પાંચ સભ્યોએ હુમલો કર્યો હતો, ત્યારે તે જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા.