- મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની આગેવાની કરશે સુરત
- પલસાણા તાલુકાના નિયોલ ગામે બુલેટ ટ્રેન માટે બનશે વર્કશોપ
- જાપાન અને ભારતના ઇજનેરો ત્યા બુલેટ ટ્રેન મેન્ટેનન્સનું અને કોચ બનાવવાનું કામ કરશે
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો છે ડ્રિમ પ્રોજેક્ટ
સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના નિયોલ ગામે વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરી લેવામાં આવી છે. નિયોલની આ જગ્યા પર બુલેટ ટ્રેનનું મોટું વર્કશોપ બનવા જઇ રહ્યું છે, આ વર્કશોપમાં જાપાન અને ભારતના મોટા ઇજનેરો બુલેટ ટ્રેન મેન્ટેનન્સનું અને કોચ બનાવવાનું કામ કરશે.
મોટી કંપનીને આ પ્રોજેકટનો કોન્ટ્રાક્ટ અપાશે
સુરત માટે ખૂબ જ ગર્વની બાબત છે, કેમ કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના સપનાના પ્રોજેક્ટની આગેવાની સુરત કરી રહ્યું છે. જિલ્લાના હજીરા પોર્ટમાં બુલેટ ટ્રેનનો સામાન આવશે. તેમજ મળતી માહિતી મુજબ મોટી કંપનીને આ પ્રોજેકટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને હજીરાથી સામાન સીધો અહીંયા નિકોલ ડેપો પર આવી પહોંચશે.
જાપાનની ઝીકા કંપની સામે સુપ્રીમ કોર્ટમાં ખેડૂતો ફરિયાદ દાખલ કરશે
સુરતના અંટ્રોલી ગામે બુલેટ ટ્રેન સુરતનું સ્ટેશન બનશે અને મેટ્રો ટ્રેન દ્વારા સુરત શહેર સુધી કનેક્ટિવિટી આપવામાં આવશે. બુલેટ ટ્રેન ડેપો અને વર્કશોપ માટે નિયોલ ગામે જમીન સંપાદન થઈ ચૂક્યું છે અને તમામ ખેડૂતોને વળતર પણ મળી ગયું છે. જો કે, હજી પણ કેટલાક ખેડૂતો છે જેમને વળતર મળ્યું નથી અને જમીન સંપાદન બાકી છે. આ ખેડૂતો અને આગેવાનો જાપાનની ઝીકા કંપની સામે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાના છે.
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અન્ય સમાચાર
આ પણ વાંચોઃ ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રૉજેક્ટનું કામકાજ પૂરજોશમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવી બુલેટ ટ્રેન ભરૂચ જિલ્લાના 3 તાલુકા આમોદ, ભરૂચ અને અંકલેશ્વરમાંથી પસાર થનાર છે. આ માટે 28 ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જો કે, આ માટે જે ખેડૂતોની જમીનો સંપાદિત થઇ છે તેમને જંત્રીની રકમ ઓછી આપવામાં આવી હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન પ્રૉજેક્ટઃ વાપી-વડોદરા વચ્ચેની રેલ લાઇનનું કન્સ્ટ્રક્શન કામ વહેલું પૂરું થશે
અમદાવાદઃ મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ રેલ લાઈન એટલે કે બુલેટ ટ્રેન માટેની 237 કિલોમીટર લાંબા રૂટ પર ડિઝાઈન અને ક્ન્સ્ટ્રક્શન માટે લાર્સન એન્ડ ટુબ્રોની બોલી ખૂબ નીચી આવી છે, જેથી લાર્સન એન્ડ ટુબ્રોને આ કોન્ટ્રેક્ટ મળે તેવી શકયતા જોવાઈ રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે કુલ 508 કિલોમીટરના રૂટ પર બુલેટ ટ્રેન દોડવાની છે, પણ વાપીથી અમદાવાદ સુધીના 237 કિલોમીટર માટે લાર્સન એન્ડ ટુબ્રો કામ કરશે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ 90 ટકા વળતર ચૂકવી દેવાયું, વાપીમાં બનશે સૌથી લાબું રેલવે સ્ટેશન
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ફરી એકવાર ગુજરાતમાં ધમધમાટ શરૂ થયો છે. અમદાવાદથી મુંબઈ સુધીના 508 કિલોમીટરના અને અંદાજીત રૂ. 25,000 કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વાપી નજીક ડુંગરા વિસ્તારમાં સ્ટેશન બનનાર છે. જો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સરકારે જે રકમ અસરગ્રસ્તોને ચૂકવી છે, તે માર્કેટ રેટ કરતા ખૂબ જ ઓછી હોવાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં માલ-મિલકત ગુમાવનારા લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં યોગ્ય વળતર ન મળતા નવસારીના ખેડૂતો લડી લેવાના મુડમાં
મોદી સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોમાંના એક હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ જમીન સંપાદનને લઈને અટવાયો છે. નવસારી જિલ્લામાંથી બુલેટ ટ્રેન 28 ગામોમાંથી પસાર થનાર છે. અંદાજે 40થી 50 કિલોમીટરના લાંબા વિસ્તારમાં અંદાજે 110 હેક્ટર ઉપજાઉ જમીન તેમજ લોકોના ઘરો બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જઇ રહ્યા છે.