ETV Bharat / city

સુરતમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના બનાવટી જથ્થાના વેચાણનું મસમોટુ કૌભાંડ ઝડપાયું - સુરતમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનું કૌભાંડ

ઔષધ નિયમન તંત્રએ સુરતમાંથી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન 400 મિ.ગ્રાના બનાવટી જથ્થાના વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરિયલ મળી આવ્યુ છે. જેથી વિભાગે ઘરની અંદરથી મીની મશીન સાથે રૂપિયા 8 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.

ETV BHARAT
સુરતમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના બનાવટી જથ્થાના વેચાણનું કૌભાંડ ઝડપાયું
author img

By

Published : Jul 18, 2020, 9:33 PM IST

Updated : Jul 18, 2020, 10:31 PM IST

સુરત: રાજયના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે એ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત ઔષધ નિયમન તંત્રએ સુરતથી કોરોના સામે રક્ષણ આપતું ટોસિલિઝુમેબ ઈન્જેકશનના નકલી વેચાણનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું છે.

સુરતમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના બનાવટી જથ્થાના વેચાણનું કૌભાંડ ઝડપાયું

ડૉ. કોશિયાએ ઉમેર્યુ કે, સમગ્ર રાજ્યમાં જરૂરિયાત ધરાવતા દર્દીઓને આ ટોસિલિઝુમેબ ઈન્જેકશનનો જથ્થો સરળતાથી મળી રહે એ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે અને દર્દીઓને આ ઈન્જેકશન રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવી રહ્યાં છે.

ETV BHARAT
ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના બનાવટી જથ્થાના વેચાણનું મસમોટુ કૌભાંડ ઝડપાયું

તેમણે ઉમેર્યુ કે, ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે સંજીવની હોસ્પીટલ, ભુયંગદેવ, અમદાવાદના તબીબ ડૉ. દેવાંગ શાહ દ્વારા તેમને ત્યાં દાખલ થયેલા દર્દી લતા બલદુઆને ટોસિલિઝુમેબ ઈન્જેક્શન 400 મિ.ગ્રા (એક્ટેમરા) પ્રિસ્ક્રાઈબ કરવામા આવ્યુ હતુ. દર્દીના સંબંધી દ્વારા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન (એક્ટેમરા) 250 એમ.જી./એમ.એલ.USP Grade for I.M. Only ,10 X 1 ML Ampoulesના 3 બોક્સ Mfg. Genic Pharma લાવીને આપવામાં આવ્યાં હતાં. જે ડૉકટરે વાપર્યાં પછી ગુણવતા અંગે આશંકા જતાં તબીબ દ્વારા ફરિયાદ કરાવામાં આવી હતી. જે અંગે તંત્રના અધિકારીઓ દ્વારા ડૉક્ટર તથા દર્દીના સંબંધીએ આ ઈન્જેકશન ખરીદી ક્યાંથી કરી છે, તે અંગે તપાસ કરતાં M/s. Maa Pharmacy, સાબરમતી, અમદાવાદ પાસેથી આશિષ શાહ દ્વારા રૂપિયા 1.35માં રોકડેથી મેળવ્યા અંગે માહિતી મળી હતી.

તંત્ર દ્વારા M/s. Maa Pharmacy, સાબરમતી, અમદાવાદની તપાસ કરતાં તેમની પાસેથી આ દવાનો કોઈ જથ્થો મળ્યો નહોતો, પરંતુ તે આ ઈન્જેક્શન હર્ષ ભરત ઠાકોર, ચાંદખેડા, અમદાવાદ પાસેથી બીલ વિના રૂપિયા 80,000માં 4 બોક્ષ ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી 3 બોક્ષ M/s. Maa Pharma, Ahmedabadને આપેલા અને 1 બોક્ષ પાછળથી ખબર પડતા નાશ કર્યું હતું. જેથી તંત્રએ હર્ષ ભરત ઠાકોરની પુછપરછ કરતાં તે આ ઈન્જેક્શન હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસ, પાલડી, અમદાવાદના માલિક નિલેશ લાલીવાલા પાસેથી બીલ વિના રૂપિયા 70,000માં 4 બોક્ષ ખરીદી લાવ્યાનું જાણવા મળ્યું હતું.

કોશિયાએ ઉમેર્યું કે, હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશ લાલીવાલાની પુછતાછ કરતાં તેમના કબજા માંથી “NANDROLONE DECANOATE 250 MG /MLના 2 બોક્ષ મળી આવ્યાં છે. જે બનાવટી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાર્ટનની ડિઝાઇન વાળાં છે. જેને ફોટોશોપમાંથી એડિટ કરી તેના ઉપર બનાવટી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનું નામ લખી હર્ષ ભરત ઠાકોર દ્વારા લેબલની ડિઝાઇનમાં ચેડા કરવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું છે.

વધુમાં નિલેશ લાલીવાલાની પુછપરછ કરતાં તે આ બનાવટી ઈન્જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામના ઇસમ પાસેથી મંગાવતો હોલાનું જાણવા મળ્યું હતું. જેથી ઔષધ નિયમન તંત્રની સુરત કચેરીના અધિકારીઓએ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે રેડ પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરિયલ વિગરે મળી આવ્યાં છે. જેથી ઔષધ નિયમન તંત્રએ ઘરમાંથી મળી અવેલા મીની મશીન સાથે રૂપિયા 8 લાખ-નો મુદ્દામાલ ફોર્મ-16 હેઠળ જપ્ત કર્યો છે. આ ઉપરાંત મળી આવેલા અન્ય ઈન્જેક્શન (1) REXOGEN 100 INJ 3X10 AMP (2) TRENAXIP-100 INJECTION 3X10 AMP (3) TESTOSTERONE INJECTION 3X20 VIALS (4) BOLDENONE INJECTION 3X20 VIALS (5) TESTOSTERONE API 4X20 GMS APPROX (6) BOLDENONE API 4X20 GMS APPROX (7) STANOZOLOL API 4X20 GMS APPROXના નમુનાઓ પ્રૃથ્થકરણ અર્થે ફોર્મ નંબર 17 હેઠળ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે કહ્યું કે, આ સમગ્ર તપાસમાં સંડોવાયેલા સોહેલ ઇસ્માઇલ તાઇ બનાવટી “NANDROLONE DECANOATE 250 MG /ML Mfg. Genic Pharmaના નામનો ઉપયોગ કરી ઉત્પાદન કરી Genic Pharmaના નામના ટોસિલિઝુમેબ ઈન્જેક્શન 250 એમ.જી. / એમ.એલ. (એક્ટેમરા)ના બનાવટી લેબલ બનાવી હર્ષ ઠાકોર તથા નિલેશ લાલીવાલા સાથે રહીને કૌભાંડ કરતો હતો.

Last Updated : Jul 18, 2020, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.