- 10 વર્ષની બાળકી સાથે ઘર નજીક રહેતા યુવકે ઘરમાં ઘૂસી છેડતી કરી
- આરોપીએ બાળકીને પહેલાં મીઠાઇની લાલચ આપી હતી
- બાળકી મીઠાઈ ખાવાની ના પાડી ઘરમાં ચાલી ગઈ હતી
- નરાધમે બાળકીના ઘરે જઈ છેડતી કરી
સુરતઃ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે ઘર નજીક રહેતા યુવકે ઘરમાં ઘુસી છેડતી કરી છે. ગત 27 ફેબ્રુઆરીના રોજ બાળકીના માતાપિતા નોકરીએ ગયા હતાં ત્યારે બાળકી ઘરે એકલી હતી. આ સમયે 21 વર્ષીય આરોપી સૂરજ પાંડેએ બાળકીને પહેલાં મીઠાઇની લાલચ આપી હતી. બાળકી મીઠાઈ ખાવાની ના પાડી ઘરમાં ચાલી ગઈ હતી. નરાધમ સૂરજ બાળકીના ઘરે જઈ છેડતી કરી હતી. બાળકીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને સૂરજ પાંડેને પકડી માર મારી પોલીસના હવાલે કર્યો હતો. પાંડેસરા પોલીસ આરોપી સૂરજ પાંડેને પકડી પોલીસ મથકે લઈ ગઈ હતી. બાળકીના માતાપિતા પાંડેસરા પોલીસ મથકે ગયા હતાં. પોલીસે તેઓ પાસેથી મોબાઈલ નંબર લઈ ફોન કરી આવતીકાલે બોલાવીશું તેમ જણાવી ઘરે મોકલી આપ્યાં હતાં. બીજા દિવસે આરોપી સૂરજ પાંડે છૂ્ટી જતા પરિવારના લોકો સામાજિક કાર્યકર સાથે પોલીસ મથકે પહોચી ગયા હતાં. પોલીસ મથકે આરોપી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
આમ આદમીના કોર્પોરેટર મદદ માટે આવ્યાં
આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ ન્યાય અપાવવાા ખાત્રી આપી હતી.આપની લીગલ સેલની ટીમ બાળકીના અને તેના પરિવારને ન્યાય અપાવશેે.પોલીસે આરોપી વિરુદ્ધ 354નો ગુનો નોંધી ધરપકડ કરી છે. બાળકીને ન્યાય અપાવવા આમ આદમીના કોર્પોરેટર મદદ માટે આવ્યાં છે. આજે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકી અને બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટી કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ ન્યાય આપવા ખાત્રી આપી હતી. આપ પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડારી જણાવ્યું હતું કે જ્યાં સુધી બાળકીને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખી આપની લીગલ સેલની ટીમ બાળકીના અને તેના પરિવારને ન્યાય આપવા મદદ કરશે. વધુમાં આપ પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડારીએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાંડેસરા ખાતે નાની બાળકી સાથે બળજબરી છેડતીની ઘટના બની હતી. આપ પાર્ટીના કાર્યકરો ત્યાં ગયાં હતાં ત્યારે જાણવા મળ્યું કે પોલીસે આરોપી વિરુદ્ધ 151ની કલમ લગાવી છોડી દેવામાં આવ્યો હતો. ત્યારે આપ કાર્યકરો દ્વારા બાળકીને સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવી હતી. ડોકટરો પણ દાખલ કરવા આનાકાની કરતાં હતાં. આપના દબાવ બાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે બાદ પોલીસ પર દબાણ લાવી આરોપી વિરુદ્ધ 354ની કલમ દાખલ કરી હતી અને આરોપીની ધરપકડ કરી છે. હાલ પાંડેસરા પોલીસે આરોપી સૂરજ પાંડે વિરુદ્ધ 354નો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.