ETV Bharat / city

સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન

રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે અને હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો પણ વધી રહ્યો છે. દર્દીઓને સારવાર માટે અંત્યત જરૂરી એવું રેમડેસીવીર ઇન્જેક્શનની રાજ્યમાં અછત જોવા મળી રહી છે ત્યારે મુખ્યપ્રધાનના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. સુરતમાં BJP દ્વારા નિ:શુલ્ક રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન
સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન
author img

By

Published : Apr 10, 2021, 9:31 PM IST

  • રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
  • દર્દીઓને ક્યાંય નથી મળી રહ્યાં ઇન્જેક્શન
  • BJP દ્વારા ઇન્જેક્શન નિ:શુલ્ક આપવામાં આવ્યાં

સુરત: શહેરમાં છેલ્લા પાંચ દિવસથી રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વચ્ચે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જાહેરાત કરાઈ હતી કે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ ઉપરાંત ભાજપ પોતે પાંચ હજાર જેટલા જરૂરિયાતમંદ દર્દીઓના પરિજનોને ઇન્જેક્શન આપશે. જેના કારણે આજે શનિવારે ભાજપ કાર્યાલય ખાતે 500 મીટર લાંબી લાઈન કોવિડના દર્દીઓના પરિજનોની લાગી ગઈ હતી.

આ પણ વાંચો : રેમડેસીવીરની રાજનીતિ, જાણો શું કહે છે ભાજપ અને કોંગ્રેસના નેતા

રેમડેસીવીર ઇન્જેક્શનની રાજ્યામાં અછત

સુરત ઉધના વિસ્તાર ખાતે આવેલા ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે આજે શનિવારે રેમડેસીવીર ઇન્જેકશન લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓના પરિજન પોતાના દર્દીઓના જીવ બચાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી ઇન્જેક્શનની અછતનો સામનો કરી રહ્યા છે. સુરતના કોઇ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી આ ઇંજેક્શન નહીં મળતાં સિવિલ હોસ્પિટલમાં લાંબી કતારો પણ જોવા મળી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ત્રણ લાખ ઇન્જેક્શનનો જથ્થો ગુજરાતને મળશે. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પણ હોસ્પિટલની બહાર જાહેરાત કરાઈ હતી કે ભાજપના કાર્યકર્તાઓ જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક આ ઇંજેક્શન આપશે.

સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન

આ પણ વાંચો :સી.આર.પાટીલ રેમડેસીવીર ક્યાંથી લાવ્યા એ એમને જ પૂછો: મુખ્યપ્રધાન

BJP દ્વારા નિ:શુલ્ક ઇજેક્શન આપવામાં આવ્યા

આ જાહેરાત બાદ ભાજપ કાર્યાલયની બહાર મોટી લાઈનો જોવા મળી હતી. કોરોના દર્દીઓના પરિજનો વહેલી સવારથી જ ભાજપ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં હાજર થઇ ગયા હતા અને લાઈન લગાવી હતી. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમના પ્રિસ્ક્રિપ્શનમાં અને આધારકાર્ડ લઇ તેમને નિશુલ્ક ઇન્જેક્શન આપી રહ્યા હતા. આ અંગે ભાજપના નેતાઓએ ETV Bharatને જણાવ્યું હતું કે, અત્યારે 1,000 ઇન્જેક્શનનો જથ્થો આવી ગયો છે. જે આજના દિવસે લોકોને આપવામાં આવશે. લોકોને હાલાકી ન થાય આ માટે ભાજપના કાર્યકર્તાઓ ઇન્જેક્શન લોકોને નિશુલ્ક આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.