- સુરતના મસ્કા પેલેસમાં ગેસ લીકેજ
- ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું
- જાનહાની ટળી
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા હોડી બગલાં પાસે આવેલા મસ્કા પેલેસના ચોથા મળે આવેલ ઘર નંબર-417માં અચાનક ગેસ લાઇન પાઇપ લાઈનમાં લિકેજ તથા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, ઘર માલકિન દ્વારા તાત્કાલિક આજુબાજુના લોકો જાણ કરી નીચે ઉતરી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ તરત પહોંચીને ઘટનાની તાપસ કરી હતી.
આ પણ વાંચોઃ રાજકોટના અવેડા લાઈન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે એક મકાનમાં આગ
મસ્કા પેલેસના લોકોને જોઈ બીજા બધા લોકો પણ ભાગવા લાગ્યા
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હોડી બંગલા પાસે મસ્કા પેલેસના ચોથા મળે ઘર નંબર 417ના ગેસના પાઇપ લાઈનમાં ગેસ લિકેજ તથા જ મસ્કા પેલેસના લોકો નીચે ઉતરી પડ્યા હતા. જો કે, આ જોઈ ત્યાંના આસપાસના લોકો પણ ભાગતા થઇ ગયા હતા. ઘર માલિક દ્વારા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું હતું અને લોકોને શાંત રહેવા અપીલ કરી હતી.
કોઈ જાનહાની નહીં
આ બાબતે ફાયર વિભાગના ઓફિર દ્વારા કહેવામાં આવ્યું કે, કતારગામ વિસ્તારમાં આવેલા મસ્કા પેલેસના ચોથા મળે ઘર નંબર 417માં ગેસના પાઇપ લાઈનમાં ગેસ લિકેજ થતાં ઘરના લોકો અને આજુબાજુના લોકો ગભરાઈ ગયા હતા. જો કે, ફાયર વિભાગને કોલ મળતાં જ ફાયર વિભાગ 7 મિનિટમાં પોંહચીને ઘટાનુંનું નિરીક્ષણ કરીને ગેસ કંપનીને જાણ કરી હતી. આમાં કોઈ પ્રકારની જાનહાની નથી.