સુરત: શહેરના કપડાના વેપારીએ પોતાના જન્મ દિવસની ઉજવણી કઈ અલગ રીતે કરી છે. વેપારીએ પોતાનો જન્મદિવસ પર 37 જેટલા વિદ્યાર્થીઓના સ્વજનને સ્કૂલની ફીસ ભરીને બાળકોની સહાય કરી હતી.
સ્કૂલની ફીસ ભરીને જન્મદિવસની ઉજવણી
સુરત ટ્રેક્ટર માર્કેટના વેપારીએ સમ્રાટ પાટીલે પોતાનાજન્મદિવસની ઉજવણી કાંઈ અનોખી રીતે જ કરી છે. તેમણે હાલ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાને કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની એક વર્ષની ફીસ ભરીને પોતાની જન્મદિવસની ઉજવણી કરી છે.
આ પણ વાંચો : પોરબંદરમાં જિલ્લા ભાજપ દ્વારા 'સેવા એ જ સંગઠન' કાર્યક્રમ યોજાયો
37 વર્ષમાં જન્મદિવસ પર 37 બાળકોની ફિની સહાય
સમ્રાટ પાટીલે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું કે હાલ કોરોનાની સ્થિતિમાં જેમના માતા-પિતાનું નિધન થઈ ગયું છે તેમને કોઈ રીતે મદદ કરવી જોઈએ, તેથી મને ગઈકાલે એવો વિચાર આવ્યો કે આવા બાળકોને શિક્ષણ મેળવવા માટે આગળ જતા તકલીફ પડશે તે માટે મારા 37માં જન્મ દિવસે 37 બાળકોને શાળાની ફિના ચેક લખી આપ્યા હતા.
આ પણ વાંચો : સોલા સિવિલમાં ફરજ બજાવતા ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ રહે છે હંમેશા On Duty
શું કહ્યું લાભાર્થી ?
સમ્રાટ પાટિલ દ્વારા આપવામાં આવેલા ચેકના લાભાર્થી તમન્ના યોગેશ સોલંકી દ્વારા એમ કહેવામાં આવ્યું કે મારા હસબન્ડ કોરોનામાં મૃત્યું પામ્યા હતા હવે મારા બંને છોકરાઓની જવાબદારી મારી ઉપર છે. સમ્રાટ ભાઈ દ્વારા અમને ખૂબ જ સારી એવી હેલ્પ થઈ છે. મારા બંને બાળકોની 1 વર્ષીની સ્કૂલની ફીસ માફ કરવામાં આવેલી છે. એમનો ખુબ ખુબ ધન્યવાદ.