- સુરતમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં
- સુરત ગ્રામ્યમાં વધુ 1,559 લોકોનું વેક્સિનેશન થયું
- 60 વર્ષથી વધુ વયના 243 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
સુરતઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ લોકોના વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ 1,559 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. અહીં 60 વર્ષથી વધુ વયના 243 લોકોએ વેક્સિનનો પ્રથમ અને 61 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં વેક્સિનેશન પુનઃ શરૂ કરાયું
10 આરોગ્યકર્મીને વેક્સિનનો બીજો ડોઝ અપાયો
જિલ્લામાં 10 આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ અને 10 આરોગ્યકર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે જ 54 ફ્રન્ટલાઈન વર્કરને વેક્સિનનો પ્રથમ ડોઝ તો 37 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ જામનગરમાં મેગા કોરોના વેક્સિન ઝુંબેશ - 39 સેન્ટર પર 7,170 લોકોનું થયું રસીકરણ
ઓલપાડ તાલુકામાં સૌથી વધારે લોકોનું વેક્સિનેશન કરાયું
જિલ્લામાં 45થી 59 વયના 921 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 223 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 60 વર્ષથી ઉપરના 243 લોકોને રસીનો પ્રથમ ડોઝ તેમ જ 61 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારે આજે સૌથી વધુ ઓલપાડ તાલુકામાં વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ જણાવ્યા મુજબ, આજ રોજ ચોર્યાસીમાં 307, કામરેજમાં 270, પલસાણામાં 30 ઓલપાડમાં 366, બારડોલીમાં 316, માંડવીમાં 47, માંગરોળમાં 87, ઉંમરપાડામાં 27 અને મહુવામાં 109 લોકોને કોરાનાની વેક્સિન આપવામાં આવી હતી.