- રૂંગટા શોપિંગ વર્લ્ડમાં લાગી આગ
- શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી ગઈ હતી
- ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી
સુરત: જિલ્લાના વેસુ વિસ્તારમાં આવેલી નંદની-2ની સામે આવેલા રૂંગટા શોપિંગ વર્લ્ડના બોર્ડ પાસે અચાનક જ શોર્ટ સર્કિટ તથા આગ લાગી ગઈ હતી. જો કે રૂંગટા શોપિંગ વર્લ્ડના સ્ક્રેટરી દ્વારા તરત ફાયર વિભાગને જાણ કરતા વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જો કે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ નહોતી.
આ પણ વાંચો: સુરતના ખટોદરા વિસ્તારની થર્મોકોલની કંપનીમાં લાગી ભીષણ આગ
શોર્ટ સર્કિટ થવાથી લાગી હતી આગ
રૂંગટા શોપિંગ વર્લ્ડના સ્ક્રેટરી દીપકભાઈ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હાલ 8:45 વાગ્યાની આસપાસ હું જમીને આવ્યો અને બેઠો એવામાં ઉપર લાગેલા બોર્ડમાં જોરથી અવાજ આવા મંડ્યો હતો. જોવામાં જોરથી લાઈટ બોક્સમાં જ્યાં રૂંગટા શોપિંગ વર્લ્ડનો બોર્ડ છે તેની બાજુમાં જ શોર્ટ સર્કિટ થયું અને પહેલાં તો ધુમાડો નીકળતો હતો, પરંતુ જોત-જોતામાં આગ લાગી ગઈ હતી. મેં તરત ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે ફાયર વિભાગ પણ તરત અહિયા આવી પહોંચ્યું હતું.
આ પણ વાંચો: વાપીની એલિસ એન્ડ માર્ટિન કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને ખાખ
રૂંગટા શોપિંગ વર્લ્ડ ફાયર સ્ટેશનથી નજીક
વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે, 8:50 વાગ્યા અમને કંટ્રોલ રૂમથી મેસેજ આવ્યો અને અમે તરત પાંચ-છ મિનિટમાં અહિયા પહોંચી ગયા હતા. જો કે આ રૂંગટા શોપિંગ વર્લ્ડ ફાયર સ્ટેશનથી નજીક છે. એટલે ફટાફટ અહી પહોંચીને આગને જોતા લાગ્યું આગ મોટી થઇ શકે છે. એટલે બીજી 2 ગાડીઓ માંગવાઈ પણ તેના પહેલાં જ અમારી ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ નથી. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે.