- સુરતમાં ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી
- ગેસના બાટલામાં આગ લાગતા ઝૂંપડપટ્ટીમાં લાગી આગ
- આગમાં કોઈપણ પ્રકારની જાનહાની નહીં
સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી અમીધારાવાડીની સામે ઝૂંપડપટ્ટીમાં ગેસના બાટલામાં અચાનક આગ લાગતા ઝૂંપડપટ્ટીમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાની સાથે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યાં હતા. જોકે, એક સાથે સાત ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.
ફાયરની ટીમે આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો
ગેસના બાટલાના કારણે આ આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે આગને કાબુમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યો હતો. ફાયરની ટીમે જ્યારે પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારે બે ત્રણ ફાયરમેન દ્વારા તે ઝુંપડામાં પડી રહેલા બે ગેસના બાટલાને બહાર કાઢી લીધા હતા. જેથી બાટલો ફાટે તો કોઈ જાનમાલને નુકસાન ન થાય. જોકે, બાટલો પણ બળી ગયો હતો.