- સુરતની લબ્ધિ મિલમાં લાગી આગ
- ફાયરની 15થી 20 ગાડીઓ ઘટના સ્થળે
- આગ પર મેળવ્યો કાબૂ
સુરત: શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં અચાનક આગ લાગી હતી. જેથી ફાયર વિભાગ દ્વારા આગમાં ફસાયેલા કામદારોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ કરાયેલા કામદારોમાંથી 5 કામદારોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લબ્ધિ કાપડ મિલમાં લાગી આગ
વરાછા વિસ્તારના અશ્વિનીકુમાર રોડ પર આવેલી લબ્ધિ કાપડની મિલમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે ફાયરની 15થી 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
આગ પર મેળવ્યો કાબૂ
ફાયર ઓફિસર પાસેથી મળતી માહિતી મુજબ, 2:30 કલાકે આગ લાગી હતી. જેથી આગ પર કાબૂ મેળવવા તેમણે આસપાસની મિલમાંથી લોકોને બહાર નીકળવા અંગે કહ્યું હતું. ત્યારબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતઃ ફેબ્રિક યાર્ન કંપનીમાં આગ લાગતા 15થી 20 મજૂરો ફસાયા, ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યું
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામ ખાતે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં આવેલા એક કારખાનાની બિલ્ડિંગમાં આગ લાગતા 15થી 20 મજૂરો અંદર ફસાયા હતા. જેથી શહેર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યૂ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં માલિકના જણાવ્યાં અનુસાર અંદાજે 5 કરોડનું નુકસાન થયું હતું.