ETV Bharat / city

સુરતમાં ડમ્પરચાલકે મહિલા TRB જવાનને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત - જાગીરપૂરા પોલીસ સ્ટેશન

સુરત શહેરમાં ડમ્પરચાલકોનો આતંક વધી ગયો છે. કારણ કે, અવારનવાર લોકો પૂરઝડપે ચાલતા ડમ્પર ચાલકની અડફેટે આવતા તેમનું મોત થાય છે. ત્યારે શહેરના વરિયાવમાં એક ડમ્પર ચાલકે ટક્કર મારતા મોપેડ પર આવતા મહિલા TRB જવાનનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતા જાગીરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

સુરતમાં ડમ્પરચાલકે મહિલા TRB જવાનને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત

author img

By

Published : Aug 4, 2021, 3:10 PM IST

  • સુરતમાં ડમ્પર ચાલકે મહિલા TRB જવાનને ટક્કર મારતા મોત
  • જાગીરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થલે દોડી આવ્યો
  • વરિવાવ ખાતે મહિલા TRB જવાન મોપેડ પર જઈ રહી હતી

સુરતઃ શહેરના વરિયાવ ખાતે મોપેડ પર એક મહિલા TRB જવાન જઈ રહી હતી. તે દરમિયાન પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. તો આ ઘટનાની જાણ થતા જાગીરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ TRB જવાનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા.

આ પણ વાંચો- બેકાબૂ ડમ્પરઃ ઝાલાવાડમાં ફૂટપાથ પર સૂઇ રહેલા મજૂર પરિવારને કચડી નાખ્યા, 3 બાળક સહિત 5ની મોત

21 વર્ષીય મહિલા TRB જવાનનું ઘટનાસ્થળે મોત

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના વરિયાવ તારવાડીમાં આવેલા ચૌધરી ફળિયામાં રહેતી 21 વર્ષીય પ્રીતિ પ્રવીણભાઈ ચૌધરી TRBમાં ફરજ બજાવતી હતી. પ્રીતિ પાલનપુર પાટિયા પોઈન્ટ પર ફરજ માટે જવા માટે મોપેડથી ત્યાં જઈ રહી હતી. તે દરમિયાન જ વરિયાવ ગામ રોડ પર ડમ્પરચાલકે પ્રીતિને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

વરિવાવ ખાતે મહિલા TRB જવાન મોપેડ પર જઈ રહી હતી

આ પણ વાંચો- Accident news : નડીયાદ પાસે ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 1નું મોત, 8ને ઈજા

ડમ્પરચાલક ટક્કર મારી ફરાર

આ ઘટનાની જાણ જાગીરપુરા પોલીસ સ્ટેશનને (Jagirpura Police Station) થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમ જ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો. TRB મહિલા કર્મચારીનું અકસ્માતમાં મોત થતાં પરિવાર સહિત સાથી મિત્રો TRB જવાનોમાં શોક ફેલાઈ ગયો છે.

સુરતમાં ડમ્પર ચાલકે મહિલા TRB જવાનને ટક્કર મારતા મોત

અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં ભારે શોક ફેલાયો

મૃતક TRB જવાન પ્રીતિ ચૌધરી માતા અને બહેન સાથે રહેતી હતી. અને તે TRB જવાન તરીકે ફરજ બજાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. જોકે, અકસ્માતમાં મોત નિપજતા તેના પરિવારમાં ભારે શોક ફેલાયો છે. હાલ જાગીરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.