સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના હરિપુરાથી વરેલી ગામ વચ્ચે આવેલી ખાડીના પુલ ઉપરથી સુરતના બે વ્યક્તિ કાર લઇને જવું ભારે પડ્યું હતું. પાણીમાં કાર ખેંચાવા લાગી હતી. હરિપુરા ગામના સરપંચ યોગેશ પટેલે અન્ય ગ્રામજનોની મદદથી આ બે વ્યક્તિને બચાવી લીધા હતા.
અંત્રોલી અને કામરેજ તાલુકાના ઓવિયાણ ગામ વચ્ચેથી પસાર થતી ખાડી વચ્ચે આવેલ પુલ પરથી પાણી પસાર થતું હતું. એ સમયે એક કાર પસાર કરવામાં એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો હતો. રવિવારે આ ઘટના બની હતી અને બીજા દિવસે બાજુના ગામમાં વરેલી હરિપુરા વચ્ચે આજ ખાડી પર આવેલા ડુબાવ પુલ પર પસાર થતા સુરતના બે વ્યક્તિએ પોતાના જીવ જોખમમાં મુક્યા હતા. આ ઘટનાની જાણ હરિપુરા ગામના સરપંચ યોગેશ પટેલને થતા. તેમણે ગામના સ્થાનિક યુવાનોની મદદથી બંને વ્યક્તિ ને બચાવી લીધા હતાં અને કાર પણ પાણીની બહાર કાઢી લીધી હતી. સદનસીબે મોટી હોનારત બનતા અટકી હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસમાં એક જ ખાડીના બે ડુબાવ પુલ ઉપર બે કાર પાણીમાં ખેંચતા બચી ગઇ છે. સ્થાનિક પોલીસ કે વહીવટી તંત્ર આ ડુબાવ પુલ ઉપર સલામતની યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે. અંત્રોલી અને હરિપુરા ગામના બન્ને પુલ લો લેવલ છે અને વષોથી આ પુલને ઉંચો કરવાની કોઈ રાજકીય નેતા કે આગેવાનને ફુરસદ મળી નથી. પરિણામે દર વષે આવી દુઘટના બનતી જ રહે છે.