- કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાયરલ કર્યો
- કિશોરી ઘરેથી સ્ટેશનરી લેવા જવાનું કહીને નીકળી હતી
- વિદ્યાર્થીનીને યુટ્યુબર બનવું હોય તે કારણથી પણ ઘરેથી નીકળી ગઈ હતી
સુરત : અંગ્રેજીની પરીક્ષા ન આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાયરલ કર્યો હતો. 14 વર્ષની કિશોરી ઘરેથી સ્ટેશનરી લેવા જવાનું કહીને નીકળી હતી. મોડા સમય સુધી કિશોરી ઘરે ન આવતા પરિવારજનો ચિંતિત થયા હતા. પરિવારને એક ઓડીયો મેસેજ મળ્યો હતો જેમાં કિશોરીના અપહરણ વિશે માહિતી હતી. તેના ઓડિયો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ વિદ્યાર્થિનીઓએ તેણીની અંગ્રેજી વિષયની પરીક્ષા હોય તે પરીક્ષા આપી ન હોય તેની અપહરણના વાર્તા ઘડી કાળી અને ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. સાથે જ વિદ્યાર્થીનીને યુટ્યુબર બનવું હોય તે કારણથી પણ ઘરેથી નીકળી ગઈ હતી.
ઓડીયો મેસેજ વાયરલ
અડાજણ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીની કોઈક રિક્ષાચાલક ઉપાડીને સ્ટેશન બાજુ લઈ ગયો હોવાના સગીરાના ફોટો સાથેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મેસેજ અંગે પોલીસને પણ જાણકારી મળતાં પોલીસ વિદ્યાર્થિનીને શોધવાના કામે લાગી ગઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે સગીર આતે ગણતરીના સમયમાં જ શોધી કાઢી હતી ઇંગલિશની પરીક્ષા હોવાથી વિદ્યાર્થિનીએ પોતે જ અપહરણનું નાટક રચીને ઘરેથી નીકળી ગઈ હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો : મંગળવારે ભારતમાં 1 કરોડથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી
ઓડિયો અને ફોટો ને પગલે કેટલાક લોકો પણ તેને શોધવાના કામે લાગ્યા
અડાજણ વિસ્તારમાં રહેતી એક 14 વર્ષીય વિદ્યાર્થીની મંગળવારે 11 વાગ્યે તેના ઘરેથી સ્ટેશનરી લેવા માટે જઈ રહી હોવાનું કહીને ગરબા નીકળી ગઈ હતી. જોકે કલાકો સુધી તેણી પરત ફરી ન હતી બીજી તરફ આ વિદ્યાર્થીની ના ફોટા સાથે નો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેણીનું કોઈક રિક્ષાચાલકે અપહરણ કરી લીધું હોવાનો ઓડિયો સાંભળી પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા. અડાજણ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપી અને ગંભીરતાથી લઇ વિદ્યાર્થિનીને તેના વાયરલ થયેલા ફોટો ને આધારે શોધવા ટીમો કામે લગાડી હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઓડિયો અને ફોટો ને પગલે કેટલાક લોકો પણ તેને શોધવાના કામે લાગ્યા હતા.આ દરમિયાન આ વિદ્યાર્થીની અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસેથી મળી આવી હતી ક્રાઈમ બ્રાન્ચે વિદ્યાર્થિનીને શોધી કાઢી તેનો કબજો પોલીસને સોંપ્યો હતો.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતની બાજ નજર, વડાપ્રધાનની સૂચના પર બેઠકોનો દોર ચાલુ