- સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની વણસતી પરિસ્થિતિ
- સુરતમાં નવા 3 સ્મશાનોમાં શરૂ કરાઈ કોરોનાગ્રસ્ત મૃતદેહોની અંતિમવિધિ
- ટૂંક જ સમયમાં વધુ સ્મશાનો કરાશે કાર્યરત
સુરત : કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને સ્મશાનગૃહોમાં લોકોને સ્વજનોની અંતિમવિધિ માટે રાહ જોઈને બેસવું પડી રહ્યું છે, ત્યારે લીંબાયત સ્થિત મુક્તિધામ, હિન્દુ સ્મશાન ભૂમિ અને પાલ વિસ્તારમાં આવેલા શ્રી કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સ્મશાન ગૃહની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરીને કાર્યરત કરી દેવામાં આવ્યું છે. ત્રણ દિવસ દરમિયાન આ સ્મશાનોમાં 90 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં 11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીની સારવાર માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કર્યા
હાલમાં 3 ચિતાઓ પર અંતિમવિધિ થઇ રહી છે
મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તે દરમ્યાન 10 તારીખથી જ સ્મશાનભૂમિમાં અંતિમવિધિની પ્રક્રિયા શરુ કરી દીધી છે. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં 3 ચિતાઓ પર અંતિમવિધિ થઇ રહી છે. ટૂંક જ સમયમાં વધુ 6 ચિતાઓ કાર્યરત કરાશે. આ સાથે જ તેમણે લોકોને ખાસ તકેદારી રાખવા પણ અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં 150 રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર વેચી દેવાયા
તાપી નદીના કિનારે સ્મશાનભૂમિ બનાવવાનું કાર્ય શરુ
સુરતના પાલ સ્થિત આવેલા તાપી નદીના કિનારે નવું સ્મશાનગૃહ બનાવવાની કામગીરી હાલ આરંભી દેવામાં આવી છે. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાએ જણાવ્યું હતું કે, 2006થી તેનો પ્લાન મંજૂરી ન મળતા બંધ પડી રહ્યો હતો. ત્યાં કામ શરુ કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટીઓ અને યુવાનો અને મ.ન.પાનાં સહયોગથી અહીં સ્મશાનભૂમિનું નિર્માણ કાર્ય શરુ કરી દેવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમશાનભૂમિ ઓપન પ્લોટમાં શરૂ કરાઇ છે. જેથી કોવિડ ગાઇડલાઇન મુજબ અહીં અંતિમ ક્રિયા સાંજે 7 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવે છે. પ્રથમ દિવસે અહીં 10, બીજા દિવસે 30 અને ત્રીજા દિવસે 17 મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.