ETV Bharat / city

ગુરુ યોગતિલકસૂરિજીની વાણીનો જાદુ: 8 આખા પરિવાર, 2 સગા ભાઇઓ સહિત 75 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે - આખો પરિવાર લેશે સંન્યાસ

સૂરિયોગની વૈરાગ્ય નીતરતી વાણી (A voice leading to asceticism)ના પ્રભાવે સુરતના બલર હાઉસ (balar house surat) ખાતે 75 દિક્ષાર્થીઓ કારતક વદ 10 તારીખ 29 નવેમ્બરે દીક્ષા ગ્રહણ કરશે, જેમાં 8 આખા પરિવારો (families), 2 સગા ભાઈઓ, સગી બહેેનો, દંપતિ, ઊંચી ડિગ્રી ધરાવનારા અને ધનાઢ્ય લોકોનો સમાવેશ થાય છે.

ગુરુ યોગતિલકસૂરિજીની વાણીનો જાદુ: 8 આખા પરિવાર, 2 સગા ભાઇઓ સહિત 75 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે

author img

By

Published : Nov 19, 2021, 8:08 PM IST

  • સગા ભાઇઓ, બહેનો અને ભાઇ-બહેનની જોડી દીક્ષા અંગીકાર કરશે
  • 8 આખા પરિવારો અને દંપતિ પણ સંયમના માર્ગે જશે
  • ઊંચી ડિગ્રી ધરાવનારા પરિવારને છોડીને દીક્ષા અંગીકાર કરશે

સુરત: સિંહસત્ત્વોત્સવ - સુરતના 75 સામૂહિક દીક્ષા મહોત્સવે (Mass initiation festival) સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. કેમ કે અતિ ધનાઢ્યો, ઊંચી ડિગ્રી (High degree) ધરાવનારાઓ અને પરિવાર (Family)ને છોડીને મુમુક્ષુઓ દીક્ષા અંગીકાર (Acceptance of initiation) કરી રહ્યા છે. 8 આખા પરિવાર દીક્ષા લઇ રહ્યા છે, તો 2 સગા ભાઇઓ, સગી બહેનો અને દંપતિ પણ સંગાથે સંયમ માર્ગે જઇ રહ્યા છે.

75 દિક્ષાર્થીઓ દીક્ષા ગ્રહણ કરશે

શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર (Shri Shanti Kanak Shramanopasak Trust Adhyatma Parivar) દ્વારા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચંદ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, પદસ્થભગવંતો આદિ વિશાળ 500 શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મ મહાનાયક સૂરિયોગ (suriyog)ની વૈરાગ્ય નીતરતી વાણીના પ્રભાવે સુરતનાં વેસુ સ્થિત અધ્યાત્મ નગરી બલ્લર હાઉસ ખાતે 75 દિક્ષાર્થીઓ કારતક વદ 10 તારીખ 29 નવેમ્બરે દીક્ષા ગ્રહણ કરશે.

15થી વધુ ધનાઢ્ય પરિવારના વારસદારો સંસાર છોડશે

દુનિયા ધન-દોલત પાછળ દોડી રહી છે તો અહીં દોમ દોમ સાહ્યબી ધરાવતા 15થી વધુ ધનાઢ્યો - અતિ સંપન્ન પરિવારના વારસદારો સંસાર છોડશે. તો યુવા આલમ ગાંડી બની છે એવી ઊંચી ડિગ્રીઓને ફગાવી 15 જેટલા યુવક-યુવતીઓ દીક્ષા લેશે. લાગી રહ્યું છે કે દીક્ષાયુગ પ્રવર્તક સૂરિરામચંદ્રની મહેનત તથા સન્માર્ગદાતા સૂરિશાન્તિચંદ્રની જહેમત સફળ થઈ રહી છે. દીક્ષાર્થીઓમાં ડૉક્ટર, એન્જિનિયર, CA, CS, MBA, BCA, BE, સ્પોર્ટસ પ્લેયર વગેરેનો સમાવેશ થાય છે.

9 દીક્ષાર્થીઓ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન

આ દીક્ષાર્થીઓમાં 9 દીક્ષાર્થીઓ એવા છે જે તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન છે, જેમાં ભાવેશભાઇ ભંડારી, વિનિતભાઇ સાદરીયા, યશભાઇ અંગારા, સંયમભાઇ સંઘવી, કરણભાઇ, કુશાનભાઇ, મોહિત કુમાર, અભિષેકભાઇ અને અંકિતભાઈનો સમાવેશ થાય છે. 4 માતા-પિતા એવા છે જેમના તમામ સંતાનો દીક્ષા લેશે જે સંતાનોમાં વિનિતભાઇ- ગ્રીમાબેન, ભવ્યભાઇ, વિશ્વાબેન, વીરકુંવર, મેઘકુંવર અને સંયમભાઇનો સમાવેશ થાય છે. સગી બહેનોની 2 જોડીમાં દિવ્યાબેન-કરીશ્માબેન અને દ્રષ્ટિબેન-નિરાલીબેન છે. જ્યારે સગા ભાઇ-બહેનની જોડીમાં વિનિતભાઇ- ગ્રીષ્માબેન, ભવ્યભાઇ-વિશ્વાબેન છે.

સામુહિક દીક્ષાના કીર્તિમાનમાં દિક્ષાધર્મના મહાનાયક અજોડ

મહારાષ્ટ્રનું એક દંપતિ રિનિકાબેન અંકિતભાઇ ઓસ્વાલ પણ સંગાથે દીક્ષા લેશે. દીક્ષામાં 3 નાના બાળકો પણ છે. 7થી 70 વર્ષના દીક્ષાર્થીઓ દીક્ષા લેવાના છે. સુરતના 32, મુંબઇના 31, અમદાવાદના 5, ભાભર-કરાડના 2-2, રાધનપુર-ભાવનગર-ડીસાના 1-1 દીક્ષાર્થીઓ છે. 1 ડિસેમ્બર 2015થી 29 નવેમ્બર 2021ના 7 વર્ષના ગાળામાં 45, 36, 26, 44,18 અને હવે 75 સાથે કુલ 244 દીક્ષા થશે. સૂરિશાંતિ-જિન-સંયમના કૃપાપાત્ર અને અઘ્યાત્મ સમ્રાટ તરીકે જિનશાસનમાં જાણીતા યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની વાણી સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ખાસ કરીને યુવા પેઢીમાં પૂજયશ્રીનું રીતસરનું ઘેલું લાગેલું છે.

ગુરુકુળવાસમાં 50થી વધુ મુમુક્ષુઓ સતત તાલીમ લેતા હોય છે

એસ-3 શ્રેણી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓની વાણીના પ્રભાવથી સામુહિક દિક્ષાના અનેક આયામો રચાયા છે, જેમાં સુરતમાં 2014માં 45 દીક્ષા, બાદમાં મુંબઈમાં 43 દીક્ષા, આ સિવાય 36, 26, 18, 17, વગેરે સામુહિક દિક્ષા સીમાચિહ્ન છે. સૂરિરામ, સૂરિશાંતિ તથા સૂરિજિનચંદ્ર તથા સૂરિસંયમની ગુરુયોગ પર દિવ્ય કૃપા છે. મહાપુરુષોના પુણ્ય પ્રતાપે તથા નાસ્તિકને પણ આસ્તિક બનાવતી તથા ખુબ જ તાર્કિક રીતે સંસારની અસારતાને વર્ણવતી ગુરુયોગની વાણીથી અનેક માટે તેઓ સંયમના સાર્થવાહ છે. તેઓના ગુરુકુળવાસમાં 50થી વધુ મુમુક્ષુઓ તાલીમ લેતા જ હોય છે અને માટે જ છેલ્લા 6 વર્ષમાં સરેરાશ 10 દિવસે એક દીક્ષા સૂરિ શાંતિ જિનસંયમ કૃપાથી ગુરુયોગની વાણીથી થઇ છે.

આ પણ વાંચો: Bjp Vs Congress: ભાવનગરમાં ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપ કોંગ્રેસના મુદ્દાઓ કયા? જાણો કોની કેટલી તૈયારી

આ પણ વાંચો: કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતથી બનાસકાંઠાના ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.