- રાખડીઓ બનાવડાવી, બોર્ડર પર પણ જવાનોના બાંધશે રક્ષાસૂત્ર
- પોલીસ જવાનો થી માંડીને સીમા પર તૈનાત જવાનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવશે
- દિવ્યાંગો તથા વિધવા મહિલાઓ દ્વારા બનાવવામાં આવી રાખડી
સુરત: "રક્ષા આપણા રક્ષકોની" જેવા સૂત્ર સાથે એક સોચ અને NACHICOI સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા એક હાથ અનેક બંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ આપણી રક્ષા કરનારા પોલીસ જવાનો થી માંડીને સીમા પર તૈનાત જવાનોને રાખડી મોકલવામાં આવશે. સંસ્થાની બહેનો દ્વારા આર્મી જવાન, પોલીસ જવાન અને એનસીસી કેસેટ્સ ને સન્માનિત કરવા સાથે જ તેમના હાથ પર રાખડીઓ બાંધવામાં આવી હતી.
આ પણ વાંચો : તાલિબાનોએ હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો
આયોજનમાં 7000 હજાર રાખડીઓ બાંધવામાં આવશે
આ પ્રસંગે એક સોચ ફાઉન્ડેશનના રીતુ રાઠી એ જણાવ્યું હતું કે દેશના રક્ષકોને સન્માનિત કરવા સાથે જ તેમની રક્ષાની કામના કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં 7000 હજાર રાખડીઓ બાંધવામાં આવશે. સાથે જ વિધવા સ્ત્રીઓ અને દિવ્યાંગોને રોજગાર મળી રહે તે માટે આ તમામ રાખડીઓ તેમની પાસેથી જ બનાવડાવી છે. સુરતથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આગળ વડોદરા ખાતે પણ આવી જ રીતે રક્ષકોને રાખડીઓ બાંધવામાં આવશે. ત્યાર બાદ સંસ્થાની ચાર બહેનો બોર્ડર પર જશે અને જવાનોના કાંડા પર રક્ષા સૂત્ર બાંધશે.
આ પણ વાંચો : Khudiram Bose ની શહીદીની અમર ગાથા:19 વર્ષની વયમાં હાથમાં ગીતા લઇને ફાંસીને ફંદે ઝૂલી ગયાં હતાં મહાન ક્રાંતિકારી
રક્ષા માટેની કામના
સંસ્થાની સોનમ બેને આ અંગે વધુ મા જણાવ્યું હતું કે દર વર્ષે આપણે ભાઈઓને રાખડી બાંધીએ છીએ ત્યારે આપણી રક્ષા કરતા જવાનો પણ આપણા ભાઈઓ જ છે ત્યારે આ વખતે ઘરના ભાઈઓના બદલે દેશના ભાઈના રાખડી બાંધી તેમની રક્ષા માટેની કામના કરવામાં આવશે.