ETV Bharat / city

કોરોના કાળમાં ટ્યુશન ક્લાસ બંધ થયા સંચાલકે શરૂ કર્યું જુગારખાનું, 7 આરોપીની ધરપકડ - ETV Bharat

કોરોના મહામારીને કારણે બંધ થયેલા ટ્યુશન ક્લાસિસમાં જુગારખાનું શરૂ કર્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના કતારગામમાં ટ્યુશન ક્લાસના સંચાલકે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. જેમાં કતારગામ પોલીસે રેડ કરી ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીઓને ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે 7 ફોન અને રોકડ મળી 64,410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સોનાણી ટ્યુશન ક્લાસિસ
સોનાણી ટ્યુશન ક્લાસિસ
author img

By

Published : Oct 23, 2020, 7:39 PM IST

સુરત : કતારગામમાં ટ્યુશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. કતારગામ પોલીસે છાપો મારી ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીઓની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળી 64,410નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને સોનાણી ટ્યુશન ક્લાસિસમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી

કોરોનાના કારણે સરકારની ગાઇડલાઇન મુજબ ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી, ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે, વી. એન. ગોધાણી સ્કૂલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમાય છે.

કોરોના કાળમાં ટ્યુશન ક્લાસ બંધ થયા સંચાલકે શરૂ કર્યું જુગારખાનું

8 લોકો જુગાર રમતા ઝડપાયા

આ અંગે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, ટ્યુશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. જે બદલામાં તે જુગારીઓ પાસેથી નાળ ઉઘરાવે છે. આ અંતર્ગત કતારગામ પોલીસે સોનાણી ટ્યુશન ક્લાસમાં રેડ કરી હતી. જેમાં સંચાલક ધર્મેશ મનજી સોનાણી ઉપરાંત જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા હતા.

64 ,410 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

આ જુગારીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા અને 7 મોબાઇલ ફોન મળીને કુલ 64 ,410 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ જુગારીઓને ઝડપી લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.