ETV Bharat / city

સુરતની મદ્રેસામાં અભ્યાસ કરતા 670 વિદ્યાર્થીઓ તત્કાલ ટ્રેન દ્વારા બિહાર મોકલાયા - જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ તેના સંક્રમણને નાથવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. તેવા સમયે સુરત શહેરની મદ્રેસા ઈસ્લામીયા વકફમાં અભ્યાસ કરતા અને મુળ બિહારના વતની એવા 670 જેટલા વિદ્યાર્થીઓની વ્હારે કલેકટર ડો.ધવલ પટેલ આવ્યા હતા. મદ્રેસામાં વેકેશન હોવાથી વતન બિહાર જવા માંગતા 670 વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે સુરતમાં ફસાઈ ગયા હતા. જેમને તત્કાલ સ્પેશિયલ ટ્રેન દ્વારા બિહાર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરત શહેરની મદ્રેસામાં અભ્યાસ કરતા 670 વિદ્યાર્થીઓ તત્કાલ ટ્રેન દ્વારા વતન બિહાર મોકલાયા

author img

By

Published : May 9, 2020, 8:19 PM IST

સુરત: શહેરની મદ્રેસા ઈસ્લામિયા વકફની શહેરની અલગ-અલગ શાખાઓમાં બિહાર રાજયના 14થી 22 વર્ષની બાળકો અને કિશોરો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓની પરીક્ષાઓ પૂર્ણ થતા તારીખ 23 અને 24મી માર્ચના રોજ વતન બિહાર જવા માટે ટ્રેનનું એડવાન્સ ટિકીટનું બુકીંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનના પરિણામે તેઓ અહીં મદ્રેસામાં ફસાયા હતા.

બિહાર ખાતે રહેતા બાળકોના માતા-પિતા તરફથી વારંવાર રજૂઆતો કરીને પોતાના બાળકોને વતન આવવા માટે ચિંતા કરવામાં આવતી હતી. લોકડાઉન લંબાયું હોવાથી બંધ વાહનવ્યવહારની સ્થિતિમાં બાળકોને વતન મોકલવા માટે ટ્રસ્ટીગણ ચિંતામાં મુકાયા હતા. લાંબા સમયથી વતન જવાની રાહ જોઈ રહેલા કેટલાક બાળકોની માનસિક સ્થિતિ પર વિપરિત અસર થઈ રહી હતી.

સુરત શહેરની મદ્રેસામાં અભ્યાસ કરતા 670 વિદ્યાર્થીઓ તત્કાલ ટ્રેન દ્વારા વતન બિહાર મોકલાયા
આ અરસામાં ભારત સરકારે શ્રમિક ટ્રેનોની પરવાનગી આપતા સંચાલકોએ કલેકટર ડો.ધવલ પટેલને મળીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. સરળ અને નિખાલસ સ્વભાવના કલેકટરે બાળકોની ચિંતા કરીને વતન જવા માટે ટ્રેનની તત્કાલ વ્યવસ્થા કરી આપી હતી. કેન્દ્ર તથા રાજય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર, રેલ્વે તથા સુરત મહાનગરપાલિકાના સહયોગથી તારીખ 9મી મેના રોજ મધ્યરાત્રિએ 1:30 કલાકે બાળકોનું સ્ક્રિનીંગ, મેડિકલ ચેકઅપ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી 670 જેટલા બાળકો-કિશોરોને સુરતથી બિહારના પૂર્ણીયાની સ્પેશિયલ ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા.

બિહારના અરરિયા જિલ્લાના કાકન જોગીહાટ ગામના વતની અને સૂરતમાં છેલ્લાં ત્રણ વર્ષથી શહેરના સુફીબાગ સ્થિત મદ્રેસા ઈસ્લામીયા વકફમાં અભ્યાસ કરતા શાહબાન કુરબાને જણાવ્યું હતું કે, હમારી ખુશી કા કોઈ ઠિકાના નહિ હે, હમારે ગાંવ ભેજને હેતુ સ્પેશિયલ ટ્રેન કા ઈંતજામ કરને કે લિયે જિલ્લા પ્રશાસન કે હમ શુક્રગુજાર હે. સરકારે આજ સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરીને હજારો શ્રમિકોને તેમના વતન પહોંચાડી રહી છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા શ્રમિક ટ્રેનમાં અમારી પણ વ્યવસ્થા કરી છે. તેવુ શાહબાને હસતાં ચહેરે જણાવ્યું હતું. તેણે આનંદ વ્યક્ત કરતાં વધુમાં કહ્યું કે, અમારી પરીક્ષા 22 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. તારીખ 23 અને ૨૪મી માર્ચના રોજ ટ્રેન રિઝર્વેશન હતું, તેવામાં લોકડાઉન અમલી બનવાથી અમે વતન જઈ શક્યા નહતા, જિલ્લા પ્રશાસને ટ્રેનની સુંદર વ્યવસ્થા કરી અમારી વતન જવાની ઈચ્છા પૂર્ણ કરી છે.

મદ્રેસામાં રહીને અભ્યાસ કરતા સનમવરે જણાવ્યું કે, આજે અમારી ખુશીઓનો કોઈ પાર નથી. લોકડાઉનના કારણે અમે અહી દોઢ મહિનાથી વતન જવા માટેની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. સુરતે કોરોના વાઇરસનો રેડઝોન વિસ્તાર હોવાના કારણે વતનમાં માતા-પિતાને અમારી સતત ચિંતા સતાવતી હતી. અમારો દિકરો કયારે વતન આવશે તેવા સતત ફોન કરીને ખબર-અંતર પૂછતા હતા. અમોને તત્કાલ મંજુરી આપવા બદલ સરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો દિલથી આભાર માનીએ છીએ.

મદ્રેસામાં રહીને અભ્યાસ કરતા 14 વર્ષીય મુન્ઝીરે જણાવ્યું કે, લોકડાઉનમાં સરકાર દ્વારા ટ્રેનની મંજૂરી આપવામાં આવી છે. સુરત શહેરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસે છે, જેઓને વતનમાં જવા માટે શ્રમિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે આટલા બધા ધસારા વચ્ચે કલેકટરએ મંજૂરી આપી છે જે બદલ તેમનો આભાર વ્યકત કરૂ છું. પરીક્ષાઓ પૂર્ણ થઈ ચુકી છે. જયારે મહામારી ખતમ થશે ત્યારે અમે ફરી પાછા અભ્યાસમાં પરોવાઈ જઈશું. સૌ કોઈ માસ્ક પહરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ આ નાનકડા મુન્ઝીરે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.