ETV Bharat / city

400 જેટલી શાળાએ બંધ પાળી શિક્ષકને ફટકારવા મામલે આપ્યું આવેદન

author img

By

Published : Oct 1, 2019, 5:09 PM IST

સુરત: સરથાણા વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં વિધાર્થીના વાલીઓ દ્વારા શિક્ષકને ફટકારવા મામલે સંચાલકોએ રજૂઆત કરી છે. સોમવારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ 400 જેટલી શાળાના સંચાલકોએ બંધ પાળી સુરત જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.

Surat

સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ વિધાલયના શિક્ષક દ્વારા વિધાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળાએ જઈ શિક્ષકને લાકડી વડે ફટકાર્યો હતો. આ ઘટનાના શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સરસ્વતીના ધામમાં બનેલી આ અઘટિત ઘટના અને શિક્ષકને માર મારવા મામલે મંગળવારે શહેરની 400 જેટલી શાળાઓ બંધ રહી હતી. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ 400 શાળાના સંચાલકો બંધમાં જોડાયા હતા. શાળાના બંધને ખાનગી ટ્યુશન કોચિંગ ક્લાસીસના સંચાલકોએ પણ સમર્થન આપ્યું હતું.

સુરતમાં 400 જેટલી શાળાએ બંધ પાળી શિક્ષકને ફટકારવા મામલે આપ્યું આવેદન

શાળાઓમાં બનતી આવી અઘટિત ઘટના ન બને તેમજ શિક્ષક, વિધાર્થી અને કર્મચારીઓની સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે મંગળવારે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સુરત જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તાએ જણાવ્યું કે, શાળામાં ઘુસી શિક્ષકને બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યો હતો. જે ઘટનાના કસુરવારો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માગ છે. તેની સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત કરવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આશાદીપ વિધાલયમાં બનેલી ઘટના બાદ શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોમાં ઉગ્ર રોષ છે. આ દરમિયાન આજે અટલે કે મંગળવારે શહેરની મોટાભાગની શાળાઓ બંધ રહી હતી. જેના કારણે બાળકોનો એક દિવસનો અભ્યાસ પણ બગડ્યો હતો.

Intro:સુરત : સરથાણા વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં વિધાર્થીના વાલીઓ દ્વારા શિક્ષકને ફટકારવા મામલે આજ રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ ચારસો જેટલી શાળા ના સંચાલકોએ બંધ પાળી સુરત જિલ્લા કલેકટર ,પોલીસ કમિશનર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુવાત કરી છે.

Body:સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ વિધાલય ના શિક્ષક દ્વારા વિધાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો.જે બાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળાએ જઈ શિક્ષકને લાકડી વડે ફટકાર્યો હતો.આ ઘટના ના શિક્ષણ જગતમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા હતા.સરસ્વતી ના ધામમાં બનેલી આ અઘટિત ઘટના અને શિક્ષકને માર મારવા મામલે આજ રોજ શહેરની ચારસો જેટલી શાળાઓ બંધ રહી હતી.સ્વર્ણિર્ભર શાળા સંચાલક મંડળ ના નેજા હેઠળ ચારસો શાળા ના સંચાલકો બંધમાં જોડાયા હતા. શાળાના બંધને ખાનગી ટ્યુશન કોંચિંગ ક્લાસિના સંચાલકોએ પણ સમર્થન આપ્યું હતું.શાળાઓમાં બનતી આવી અઘટિત ઘટના ના બને તેમજ શિક્ષક,વિધાર્થી અને કર્મચારીઓ ની સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે આજ રોજ સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સુરત જિલ્લા કલેકટર,પોલીસ કમિશનર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવી રજુવાત કરી છે.સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તાએ જણાવ્યું કે,શાળામાં ઘુસી શિક્ષકને બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યો છે.જેમાં કસુરવારો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ છે.સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને તે માટે યોગ્ય પગલાં ભરવાની રજુવાત કરી છે.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે આશાદીપ વિધાલય માં બનેલી ઘટના બાદ શિક્ષણ જગત સાથે સંકળાયેલ લોકોમાં ઉગ્ર રોષ છે.દરમ્યાન આજ રોજ શહેરની મોટાભાગની શાળાઓ બંધ રહી હતી.જેના કારણે બાળકોનો એક દિવસનો અભ્યાસ પણ બગડ્યો હતો. 

બાઈટ :દિપક રાજગુરુ ( સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રવક્તા ગુજરાત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.