ETV Bharat / city

સુરતમાં રસીકરણ કેન્દ્ર પર હોબાળો કરનારા 4 લોકોની ધરપકડ - સુરત અપડેટ્સ

સુરતના વેસુ સિધ્ધિ વિનાયક મંદિરની સામે નવી પ્રાથમિક શાળામાં વેક્સિન આપવા બાબતે ગુરુવારે ભારે હોબાળો થયો હતો અને પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી 4 લોકોની ધરપકડ કરી હતી

સુરતમાં રસીકરણ કેન્દ્ર પર હોબાળો કરનારા 4 લોકોની ધરપકડ

author img

By

Published : May 9, 2021, 12:24 PM IST

  • સુરત વેક્સીનેશન સેન્ટર પર થયો હતો હોબાળો
  • પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી
  • ઉમરા પોલીસે 4 લોકોની કરી ધરપકડ

સુરતઃ શહેર વેસુ વિસ્તારમાં આવેલી નવી પ્રાથમિક શાળામાં વેક્સીન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં વેક્સીન લેવા માટે લોકોની લાંબી કતારો હતી. આ દરમિયાન ત્યાં હોબાળો થયો હતો. જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ત્યાં આવી મામલો થાળે પડવાની કોશિશ કરી હતી. પરંતુ મામલો થાળે ન પડતા વેક્સીન લેવા આવેલા લોકો પર પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જો કે આ મામલે પોલીસે ઉમરા પોલીસમાં ગુનો નોંધી જીતેશ ઈશ્વર પટેલ, તેનો ભાઈ કેતન, માતા હંસાબેન અને પિતરાઇ ભાઈ ફેનિલ પટેલની સામે કાર્યવાહી કરી છે. જ્યારે હજુ આ કેસ સાથે સંકડાયેલા 4 લોકો ફરાર છે.

આ પણ વાંચોઃ સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન લેવા માટે લોકોની પડાપડી

રસીકરણ કેન્દ્ર પર લોકોએ હોબાળો મચાવ્યો

જો કે બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી છે કે, વેક્સીન લેવા આવેલા લોકો સવારથી લાઈનમાં ઉભા હતા પરંતુ તેઓને સમયસર વેક્સીન મળી ન હતી. રસીકરણ કેન્દ્રો પર પરિચિતોને લાગવગ લગાવી વેક્સીન આપવામાં આવી રહી હતી. જેને લઈને લોકોએ ત્યાં હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ તપાસ કરવામાં નહી આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.