સુરત: 31st ડિસેમ્બરની ઉજવણીમાં નશો (31st Celebration In Surat) કરવાનું વિચારતા હોય તો સાવધાન થઈ જજો. 31st દરમિયાન યુવાધનને નશો (alcohol addicts on 31st celebration in gujarat) કરતું અટકાવવા માટે સુરત જિલ્લા પોલીસ દ્વારા એકશન પ્લાન ઘડી દેવામાં આવ્યો છે. 31stના આખી રાત પોલીસ જવાનો પેટ્રોલિંગ (surat police patrolling at night) કરશે.
દારૂડિયાઓને પકડવા માટે ડ્રાઇવનું આયોજન
નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 31stના દિવસે નબીરાઓ દારૂનો નશો કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. સુરત જિલ્લામાં કોઈપણ જગ્યા પર આ પ્રકારની ઉજવણી ન થાય તે માટે સુરત જિલ્લા પોલીસે એક્શન પ્લાન (Surat district police action plan) ઘડી દીધો છે અને દારૂડિયાઓને પકડવા ખાસ ડ્રાઈવ (Special drive to catch alcoholics in Surat)નું આયોજન કર્યું છે.
તમામ ફાર્મ હાઉસ અને હોટલો પર બાજ નજર
31stના રોજ સુરત જિલ્લા પોલીસના જવાનો સતત પેટ્રોલિંગ કરશે અને ફાર્મ હાઉસિસ (31st celebration in Farm houses in Surat)માં દારૂની મહેફિલો ન થાય તે માટે જિલ્લાના તમામ ફાર્મ હાઉસ પર તેમજ હોટલો (31st celebration in hotels in Surat) પર બાજ નજર રાખશે. પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવશે અને આવતા જતા વાહનોને ચેક કરવામાં આવશે. જો કોઈ નશો કરેલી હાલતમાં ઝડપાશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલ કોઈપણ લોકોને ઉજવણીની પરમિશન આપવામાં આવી નથી : ઉષા રાડા (સુરત ગ્રામ્ય પોલીસ વડા)
31stના એક્શન પ્લાનને લઈને ETV BHARAT સાથેની વાતચીતમાં સુરત ગ્રામ્ય પોલીસ વડા (surat rural police chief) ઉષા રાડાએ જણાવ્યું હતું કે, હાલ ગ્રામ્યમાં કોઈપણ પણ પ્રકારની ઉજવણીની પરમિશન આપવામાં આવી નથી. તેમજ ફરી એકવાર કોરાનાએ માથું ઊંચક્યું છે, ત્યારે આપણે તમામ પ્રકારના મેળાવડા ટાળવા જોઈએ તેવી અપીલ કરી હતી.
આ પણ વાંચો: Traders protest against GST hike 2021: સુરતમાં કાપડના વેપારીઓ દ્વારા હવન કરીને GST વધારાનો વિરોધ કરાયો