ETV Bharat / city

ધુળેટી રમવા પર પ્રતિબંધ થતાં કલર અને પિચકારીના હોલસેલના વેપારીઓની હાલત કફોડી બની - holi festival

ધુળેટી પર્વના ચાર દિવસ પહેલાં સરકારે રાજ્યમાં ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે, જેને લઇ સુરતમાં પિચકારી અને કલરના હોલસેલ વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. લાખો રૂપિયાના માલ સ્ટોર કરી વેચવા માટેની તૈયારી કરી રહેલા વેપારીઓ અચાનક જ નવી ગાઇડલાઇનના કારણે લાચાર બની ગયા છે. અત્યાર સુધી માત્ર 30થી 40 ટકા જેટલો જ માલ વેચાયો છે અને હાલ સ્ટોકમાં લાખો રૂપિયાનો માલ નવી ગાઈડલાઇન્સના કારણે કોઈ લેવા તૈયાર નથી.

ધુળેટી રમવા પર પ્રતિબંધ થતાં કલર અને પિચકારીના હોલસેલના વેપારીઓની હાલત કફોડી બની

author img

By

Published : Mar 25, 2021, 7:23 PM IST

  • ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાયો
  • ધુળોટી રમાવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો
  • વેપારીઓનો 30થી 40 ટકા જ માલ વેચાયો

સુરત: સુરતના ડબગરવાડ કે જ્યાં વેપારીઓ સીઝનલ વસ્તુઓના હોલસેલ વેપારી છે તેઓ આ વખતે સંકટમાં મૂકાયા છે. સુરતના તમામ હોલસેલના વેપારીઓએ સ્ટોકમાં લાખો રૂપિયાના કલર અને પિચકારી અન્ય વેપારીઓને વેચવા માટે રાખી મૂક્યા હતા. તેમને આશા હતી કે આ વર્ષે લોકો ધુળેટીના પર્વ પર સારી ખરીદી કરશે. ગત વર્ષે પણ કોરોનાના કારણે અને લોકડાઉનથી કોઈપણ પ્રકારના તહેવારની ઉજવણી ન થતાં હોલસેલના વેપારીઓને આર્થિક નુકસાન થયું હતુ. આ વર્ષે રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે હોલસેલના વેપારીઓની હાલત કફોડી બની છે. એક તરફ લાખો રૂપિયાના માલ ગોડાઉનમાં છે ત્યારે બીજી તરફ આ માલ ખરીદવા વાળા છૂટક વેપારી ગાઈડલાઈનના કારણે આવી રહ્યા નથી.

ધુળોટી રમાવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો

20 વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ

સુરતના ડબગરવાડમાં છેલ્લા 20 વર્ષથી વેપાર સાથે સંકળાયેલા હોલસેલના વેપારી પ્રભુતભાઈએ જણાવ્યું હતું કે 20 વર્ષમાં પ્રથમ વખત આવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં માલ સ્ટોકમાં પડ્યો છે પરંતુ ખરીદનાર કોઈ નથી. લોકોને લોકડાઉન લાગવાનો ભય છે, જેના કારણે લોકો ખરીદી કરવા આવી રહ્યાં નથી. અત્યાર સુધી માત્ર 30થી 40 ટકા જેટલા પિચકારી અને કલરનો માલ વેચાયો છે. રોજ ગાઈડલાઇન્સ અને નિયમ બદલાતા હોય છે જેની અસરથી તેમનો વેપાર ઠપ્પ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર

20 લાખનો માલ વેચાણ માટે ખરીદ્યો હતો

અન્ય વેપારી નિશાંતભાઈએ જણાવ્યું હતું કે તેમણએ આશરે 20 લાખનો માલ વેચાણ માટે ખરીદ્યો હતો, પરંતુ હાલ કોઈપણ પિચકારી અને કલર લેવા આવી રહ્યા નથી, સ્થિતિ એવી છે કે માત્ર 40 ટકા જેટલા માલું વેચાણ થયું છે. આ તમામ માલને સાચવી રાખવા અને આવતા વર્ષે કેવી રીતે માલ વેચાશે તેને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.

વેપારીઓનો 30થી 40 ટકા જ માલ વેચાયો

કલર અને પિચકારી લઈ ગયા છે તેઓ પણ પરત કરવા માંગે છે

સુરતના અન્ય વેપારી દિનેશભાઇએ જણાવ્યું હતું કે જે નિર્ણય અત્યારે લેવામાં આવ્યું છે તે પહેલાથી જ જાણ કરવામાં આવી હોય તો વેપારીઓને આટલું નુકસાન સહેવું ના પડત. હાલ માત્ર 30થી 40 ટકા જેટલો વેપાર થયો છે અને જે માલ સ્ટોકમાં છે તે હાલ તેમને માટે પાણી અને માટીની જેમ છે, જેનો કોઈ પણ પ્રકારનો નિકાલ નથી. નવા નિયમના કારણે જે કલર અને પિચકારી લઈ ગયા છે તેઓ પણ પરત કરવા માંગે છે.

આ પણ વાંચોઃ ધુળેટી રમતા ઝડપાશો કાયદેસરની કાર્યવાહી કરાશે : રાજકોટ પોલીસ કમિશ્નર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.