ETV Bharat / city

સુરતના પાંડેસરામાં 20 મિનિટ સુધી ચાલ્યું તોફાન, 3થી 4 રાઉન્ડ થયું ફાયરિંગ - સુરતમં ફાયરિંગ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મધરાત્રે બે લોકો પર 5 મિનિટમાં 3થી 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનામાં એકને માથામાં સળીઓ મારી લોહી લુહાણ કરી નાખવામાં આવ્યો હતો. હુમલાખોરોનું આ તોફાન 20 મિનિટ સુધી ચાલ્યું હતું. આમ છતાં પોલીસ આવી નહોતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ETV BHARAT
3થી 4 રાઉન્ડ થયું ફાયરિંગ
author img

By

Published : Feb 27, 2021, 3:00 PM IST

Updated : Feb 27, 2021, 3:12 PM IST

  • સુરતમાં બની હુમલાની ઘટના
  • 20 મિનિટ સુધી ચાલ્યું તોફાન
  • ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

સુરતઃ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા દેવેન્દ્ર નગર પાસે 2 લોકો પર ફાયરિંગ કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઇકો કારમાં આવેલા અદાજે 4થી 5 લોકોએ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો. જેથી એકને પીઠ પર ગોળી વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે બીજાને હુમલાખોરોએ માથામાં સળીયાથી હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હતો. આ ઘટનાને અંજામ આપી હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

3થી 4 રાઉન્ડ થયું ફાયરિંગ

3થી 4 રાઉન્ડ ગોળીબાર

આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્ત બન્ને ઇસમોને સિવિલ લઇ આવી હતી અને પોલીસ પણ દોડતી થઇ હતી. રાત્રે 12 વાગ્યા પછી બનેલી આ ઘટનામાં નિખિલ ગઢીયાએ જણાવ્યું હતું કે, હુમલાખોર સુરેન્દ્રસિંહ મારા તમામ કારીગરોને જાનથી મારી દેવાના ઇરાદે આવ્યો હતો. એટલું જ નહીં કુલદીપે રામસિંગ અને મારા ભાઈ શાંતુ સિંહને જોઈ ઉપરા ઉપરી ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કરતાં સ્થાનિકો પણ ભયભીત થઇ ગયા હતા. ગોળીબાર હુમલા ખોરના હાથમાં જ ગોળીબાર થતાં રામસિંહને પીઠના ભાગમાં ગોળી વાગી હતી અને જગ્યા પર જ ઢળી પડ્યો હતો.

દોઢ વર્ષમાં 4 બાર હુમલોની ઘટના બની

આ સમગ્ર તાંડવ 20થી 25 મિનિટ સુધી ચાલ્યું હતું. હુમલાખોરોએ તોફાન મચાવ્યા બાદ ઇકો કાર પર ફરાર થઈ ગયા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હુમલા પાછળ ફેક્ટરીમાં લેબર કર્મચારીઓને સપ્લાય કરવાની ધંધાની હેરાફેરી અંગે વિવાદ બાદ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની વિગતો બહાર આવી છે. આજ કારણે સત્યેન્દ્ર સિંહે મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ સાથે વધુ વિગતો જે સામે આવી રહી છે, તે મુજબ દોઢ વર્ષમાં 4 હુમલાની ઘટના બની છે. જે અંગે અવારનવાર પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ પણ થઇ છે. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી.

Last Updated : Feb 27, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.