- સુરત મહાનગરપાલિકામાં 9-12ના વર્ગો શરૂ કરાયા
- 18,612 વિદ્યાર્થીઓનું કરાયુ ટેસ્ટિંગ
- આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાઈ શાળાઓ માટે SOP
સુરત: કતારગામ પાસે આવેલા સિંગણપોરના શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ સ્કૂલને સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે. જોકે, આ બંને વિદ્યાર્થીઓ કતારગામના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી એક વિદ્યાર્થીનીને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. તથા તેમની સાથે આવનારી બીજી વિદ્યાર્થીનીને માથામાં દુખાવો થતો હતો. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વિદ્યાર્થીનીઓને તેમના ઘરે જ હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
છેલ્લા 15 દિવસમાં કુલ 18,621 જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાયુ
રાજ્ય સરકારના આદેશ મુજબ સૌથી પેહલા ધોરણ 12 માટે શાળાઓ ખોલવામાં આવી, ત્યારબાદ 9થી 11ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, ત્રીજી લહેર આવે તે પહેલા રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોના આરોગ્યની ટીમને એર્ટલ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરત શહેરની કુલ 800થી વધુ સ્કૂલોમાં સુરત આરોગ્યની ટીમ દ્વારા ધનવંતરી રથ દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે છેલ્લા પંદર દિવસમાં કુલ 18,621 જેટલા વિદ્યાર્થીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- Corona Effect : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો
રોજના 3,500 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે
ગઈકાલે 4 ઓગસ્ટના રોજ શારદા મંદિરની બે વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. આ પહેલાના લિંબાયત વિસ્તારમાં આવેલી સુમન હાઈસ્કૂલમાં પણ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની કમિશ્નર દ્વારા SOP નક્કી કરવામાં આવી છે. જયારે આ શાળાઓ ખૂલી ત્યારે ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓનો કોરોના રેપિડ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું અને તેના આધારે અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમની 60 જેટલી ટીમો બનાવી કુલ 3,500 જેટલા વિદ્યાર્થીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે જ આ બન્ને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને સ્કૂલને સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈન વિશે માહિતગાર કરવામાં આવે તેવી SMCની અપીલ
આ શાળામાં કુલ 476 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ લોકો નેગેટિવ આવ્યા હતા. જે બે વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના ઘરના સભ્યોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને ઘરના સભ્યો જ્યાં નોકરી કરે છે ત્યાં પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે. કોર્પોરેશન તરફથી અપીલ કરવામાં આવી રહી છે કે, શહેરની તમામ શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તથા હેન્ડ સૅનેટાઇઝર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે, સાથે જ કોરોના ગાઈડલાઈન્સનું પણ પાલન કરાવવામાં આવે. જેથી શાળાઓ દ્વાકા ફેલાતું સંક્રમણ અટકાવી શકાય. પ્રાથમિક શાળા હોય કે પ્રાઇવેટ શાળા તે બધી શાળાઓને અપીલ કરવામાં આવી રહી છે કે, જો કોઈ વિદ્યાર્થી રજા ઉપર હોય તો તેની જાણ સુરત મહાનગરપાલિકાને કરવામાં આવે તથા એ વિદ્યાર્થીને કોરોના ટેસ્ટ વિના શાળામાં પ્રવેશ આપવામાં આવે નહીં જેથી શાળામાં થતું સંક્રમણ અટકાવી શકાય.