ETV Bharat / city

VNSGUની BSC નર્સિંગની ઉત્તરવહીઓ કચરાના ઢગલામાંથી મળી આવી - આજના સમાચાર

મોરબીના વાંકાનેર પાસે આવેલા ચંદ્રપુરગામ નજીક હાઇવે પર કચરાના ઢગલામાંથી હોટલના સંચાલકને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 25 જેટલી ઉત્તરવહી મળી હતી. આ વાત સોશિયલ મીડિયા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ખબર પડતા જ યુનિવર્સિટીમાં ફટફડાટ જોવા મળ્યો હતો.

VNSGUની BSC નર્સિંગની 25 ઉત્તરવહીઓ કચરાના ઢગલામાંથી મળી આવી

author img

By

Published : Feb 4, 2021, 10:05 AM IST

  • BSC નર્સિંગની 25 ઉત્તરવહીઓ કચરાના ઢગલામાંથી મળી આવી
  • કચરામાંથી મળેલી ઉત્તરવહીઓની તપાસ કરાઈ
  • ઉત્તરવહીઓ 2019 ઓગસ્ટની છે

સુરત: VNSGUની BSC નરસિંગની 25 ઉત્તરવહીઓ કચરાના ઢગલામાંથી મળી આવી હતી. સમગ્ર બાબતની જાણ યુનિવર્સિટીએ શિક્ષણ વિભાગ તેમજ તંત્રને કરી હતી. ત્યારબાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોરબી સ્થિત ચંદ્રપુરગામના કોઈ મિત્રનો સંપર્ક કરી તે ઉત્તરવહીઓ જોવા માટે કહેવામાં આવ્યું હતું તેમજ ક્યાં મહિનાની છે તે પણ જોવા માટે કહેવામાં આવ્યું હતું.

VNSGUની BSC નર્સિંગની 25 ઉત્તરવહીઓ કચરાના ઢગલામાંથી મળી આવી
VNSGUની BSC નર્સિંગની 25 ઉત્તરવહીઓ કચરાના ઢગલામાંથી મળી આવી

કચરામાંથી મળેલી ઉત્તરવહીઓની તપાસ કરાશે

વિગતો મુજબ તપાસ કરતા જાણવા મળ્યું કે, મળેલી ઉત્તરવહીઓ BSC (બેચલર ઓફ સાયન્સના નર્સિંગ કોર્સ )ની છે અને બધી જ 2019 ઓગસ્ટ મહિનાની છે અને આ ઉત્તરવહી ઉપર એસ. એસ. અગ્રવાલ અને કિરણ નર્સિંગ કોલેજનું નામ લખવામાં આવ્યું હતું. આ વાતને ગંભીરતાથી લેતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરી છે.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જે કહ્યું કે...

ઉત્તરવહી અંગે વાત કરતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જ અરવિંદ ધડૂક દ્વારા કહેવામાં આવ્યું કે, 'આ બધી જ ઉત્તરવહીઓને અમે લોકોએ હાલ જ પસ્તીઓમાં આપી હતી પણ હવે અમે આ વાતને લઈને તપાસ પણ ચાલુ કરી દીધી છે કે, આ બધી ઉત્તરવહીને પસ્તીમાંથી ત્યાં કઈ રીતે ગઈ. હાલ આ કામ જેનું છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.