- સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધ્યું
- 500 ગાડીમાં આશરે 2,000 વોલેન્ટીયરોએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું
- સૌરાષ્ટ્રવાસીઓએ પોતાના વતનને કોરોનાથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો
સુરત : તાજેતરમાં સૌરાષ્ટ્રમાં કોરોનાને કારણે સ્થિતિ વણસતા દર્દીઓ સારવાર માટે સુરત આવી રહ્યા છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ તરફના ગામોના લોકો સુરતના પુણા વિસ્તારમાં સારવાર લેવા માટે આવવાનું શરૂ કરતા સુરતમાં રહેતા પરંતુ મૂળ સૌરાષ્ટ્રના યુવાઓ અને ઉદ્યોગકારોમાં ચિંતામાં વધી હતી. જેને ધ્યાનમાં રાખીને સુરતની સેવા સંસ્થા દ્વારા વતન જઈને દર્દીઓને ત્યાં જ સાજા કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મેડિકલ સ્ટાફ તેમજ યુવાનોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર તરફ જવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસનો કહેર
કોરોના સંક્રમિત ગામડાઓમાં મેડિકલથી લઈને તમામ સુવિધાઓ પૂરી પડાશે
30 ડૉક્ટરોની ટીમ ગામડામાં રહીને દર્દીઓને સેવા આપશે. સ્વયં સેવકો દ્વારા તાત્કાલિક અસરથી દર્દીઓને તમામ સેવા મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. આગામી સાત દિવસ કોરોના સંક્રમિત ગામડાઓમાં મેડિકલથી લઈને તમામ સુવિધાઓ પૂરી પડાશે.
આ પણ વાંચો : પાટણ કોરોના અપડેટ : 136 પોઝિટિવ કેસ નોંધાયા, 180 દર્દીઓ સાજા થયા
અલગ અલગ રોટેશન મુજબ સૌરાષ્ટ્રમાં એક એક સપ્તાહ સુધી કામગીરી કરશે
મારૂતિ વીર જવાન ટ્રસ્ટના કરૂણેશ રાણપરીયાએ જણાવ્યું હતું કે, 4 ડૉક્ટરો પોતાની હોસ્પિટલની જવાબદારી અન્ય ડૉક્ટરોને સોંપી સૌરાષ્ટ્ર માટે નીકળ્યા છે. તમામ દર્દીઓને મેડિકલ સ્ટાફ ઉપલબ્દ્ધ રહે તે માટે અલાયદી વ્યવસ્થાનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. અલગ અલગ રોટેશન મુજબ સૌરાષ્ટ્રમાં એક એક સપ્તાહ સુધી કામગીરી કરશે. વિટામિનની અમુક દવાઓ ત્યાં ન મળતી હોવાથી અમે અહીંથી કીટ બનાવી જરૂરિયાતમંદ દર્દીઓને આપીશું.