ETV Bharat / city

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો, ડીએપી પર સબસિડી વધારો થયો

સરકારના ડીએપી પર સબસિડી વધારવાના અને જૂની કિંમત ચાલુ રાખવાના નિર્ણયથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે. સરકારના ડીએપી પર સબસિડી વધારવાના અને જૂની કિંમત ચાલુ રાખવાના નિર્ણયને સુરત જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો છે. ખેડૂત સમાજ મુજબ આ નિર્ણયથી ખેડૂતો પર ભારણ ઓછું થશે. સાથે જ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૂ. 200 કરોડનો ફાયદો થશે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો, ડીએપી પર સબસિડી વધારો થયો
દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો, ડીએપી પર સબસિડી વધારો થયો
author img

By

Published : May 20, 2021, 5:06 PM IST

  • ડીએપી પર સબસીડી વધારવાનો સરકારનો નિર્ણય
  • જૂની કિંમત ચાલુ રાખવાના કારણે મળ્યો ફાયદો
  • દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૂ. 200 કરોડનો ફાયદો

    સુરતઃ સરકારે ડીએપી સબસિડી વધારતા ખાતરોના ભાવમાં ફરી ઘટાડો થયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ડીએપી ખાતર પર રૂપિયા 500ના બદલે રૂપિયા 1200 સબસિડી સરકાર દ્વારા આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે. ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે સરકારનું આ પગલું સરકારે વધારેલા ખાતરોના ભાવના વિરોધમાં ખેડૂત સંગઠનોના એકધારા ઝડપથી વધી રહેલા વિરોધનું પરિણામ છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને લાભ થશે. આ નિર્ણયને અમે હકારાત્મક પગલું માનીએ છીએ.
    સબસિડી વધારવાના અને જૂની કિંમત ચાલુ રાખવાના નિર્ણયને સુરત જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો

    આ પણ વાંચોઃ PM મોદીએ મુલાકાત લેતા સરકાર દોડતી, આજે CM ખુદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા

    ખેડૂતો માટે રાહતના સમાચાર

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણયના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડ રૂપિયાનો લાભ થશે. ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયાં હતાં. પરંતુ સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વાવાઝોડામાં થયેલાં નુકસાન બાદ ખેડૂતો માટે આ એક રાહતના સમાચાર છે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ભાવ વધારા છતાં, ખેડૂતોને જુના દરે ખાતર મળે: વડાપ્રધાન મોદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.