- ભારતનું પ્રથમ મેન્યુફેક્ચરર માટે યોજાનાર જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન
- સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા યોજાશે એક્ઝિબિશન
- અમેરિકાથી મળેલા ઓર્ડર બાદ આ છત્રી અહીંની એક કંપનીએ તૈયાર કરી
- છત્રીમાં 175 કેરેટ વેટના 12000 ડાયમંડ
સુરત: ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડની કલાકારી અને ઝવેરાત વિશ્વમાં વિખ્યાત છે. આ વખતે સુરત ફરી એક વખત વિશ્વને આશ્ચર્ય ચકિત કરવા માટે તૈયાર છે. આ વખતે સુરતની એક કંપનીને અમેરિકન કંપની દ્વારા સોના અને હીરા જડિત છત્રીનો ઓર્ડર મળ્યા બાદ આ પ્રકારની છત્રી બનાવી છે કે જેમાં જ્યાં જૂઓ હીરા જ હીરા નજર આવે છે. સુરતની એક કંપનીએ આ છત્રી બનાવી છે તેની ખાસિયત એ છે કે એની ઉપર 1000 કે 2000 નહીં પરંતુ 12,000 જેટલા રિયલ ડાયમંડ (12,000 real diamonds) લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કોરોનાકાળમાં સુરતના હીરા ચમક્યા, એક્સપોર્ટમાં બમણો વધારો
આ છત્રીની સાઈઝ આઠથી દસ ઇંચ જેટલી
સુરત (Surat news) ખાતે 27, 28 અને 29 નવેમ્બરના રોજ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (Jewelry Manufacturing Association) દ્વારા ભારતનું પ્રથમ મેન્યુફેક્ચરર માટે યોજનાર જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબીશનમાં આ છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ એક્ઝિબીશનમાં હોંગકોંગ અમેરિકા સહિતના દેશોથી બાયર્સ આવનાર છે. જેમની નજર આ 20 લાખની છત્રી (diamond inlaid umbrella) રહેશે. આ અંગે એસોસિએશન પ્રમુખ જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, એક મોટા પેન્ડન્ટના રૂપમાં પણ એને પહેરી શકાય છે. અમેરિકાથી મળેલા ઓર્ડર બાદ આ છત્રી અહીંની એક કંપનીએ તૈયાર કરી છે. જેનું સેમ્પલ આ એક્ઝિબીશનમાં મુકવામાં આવશે. અડધો કિલો સોનુ આ છત્રીમાં છે. આ છત્રીની સાઈઝ આઠથી દસ ઇંચ જેટલી છે. 175 કેરેટ વેટના 12000 ડાયમંડ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ સહિત જવેલરી મેન્યુફેક્ચરિંગમાં કેટલો દમખમ ધરાવે છે તે આ એક સેમ્પલથી વિશ્વના લોકોને ખબર પડશે.
આ પણ વાંચો: Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે