- દેશના જુદા જુદા રાજ્યોમાં લાંબી દાઢી-મૂછ શોખીન યુવાનો માટે યોજાય છે સ્પર્ધા
- ગાંધીનગર ખાતે "બિયર્ડ મોડેલ શો"ની ઇન્ટરનેશનલ સ્પર્ધા યોજાઈ હતી
- આ સ્પર્ધામાં 68થી યુવાનો એ લીધો હતો ભાગ
સુરત: દેશના જુદા-જુદા રાજ્યોમાં લાંબી દાઢી અને મૂંછ રાખવાના શોખીનો પોતાનું આગવું એસોસિએશન ચલાવી સ્પર્ધાઓ યોજે છે. આવા શોખીનોના એસોસિએશને તાજેતરમાં ગાંધીનગર મુકામે "બિયર્ડ મોડેલ શો"ની ઇન્ટરનેશનલ સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધાનું આયોજન શિવાયસિંહ દ્વારા કરવામાં આવતા શોમાં બિયર્ડ માટેની વિવિધ પ્રકારની સ્પર્ધામાં દેશના જુદા-જુદા રાજ્યના ભરાવદાર લાંબી દાઢી અને મૂંછના શોખીન એવા કુલ 68 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સુરત બિયર્ડ ક્લબમાં નોંધાયેલા 23 મેમ્બરોમાંથી 6 મેમ્બરો પૈકી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામના તેજસ પટેલ તથા સુરત શહેરના ઉધના દરવાજા મુકામે રહેતા શ્યામલ દાને જે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
"મિસ્ટર બ્રેઇન વીથ બિયર્ડ"નો ખિતાબ જિત્યો
આ સ્પર્ધામાં તેજસ પટેલની ભરાવદાર લાંબી દાઢી, મૂંછ સાથેની આકર્ષક એન્ટ્રીના પગલે તેમણે "મિસ્ટર બ્રેઇન વીથ બિયર્ડ"નો ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. જયારે શ્યામલ દાનેજે "મિસ્ટર હેન્ડલબાર મુસ્તાછે"નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધાના આયોજકોએ ખિતાબ જીતનાર બંન્ને યુવાનોને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરતા સુરત જિલ્લાના લીમોદરા ગામ સહિત શહેરના ગૌરવમાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેજસ પટેલે વર્ષ-2019 માં મિસ્ટર ગુજરાતનો ખિતાબ કબજે કરી સન્માન મેળવી ચુક્યા છે.
આ પણ વાંચો: International Youth Day 2021: દર વર્ષે 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે 'આંતરરાષ્ટ્રીય યુવા દિવસ'