- સી.આર.પાટીલે સુરતમાં સભાને સંબોધન કર્યું
- કોંગ્રેસમાંથી વિમુખ થયેલા પાટીદારોને ભાજપમાં લાવવાનો પ્રયાસ
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાંજે 7 કલાકે કર્યું સંબોધન
સુરતઃ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુરુવારે સુરત ખાતે ઉતરાણ અને સરથાણા વિસ્તારોમાં સાંજે 7 કલાકે વોર્ડ નંબર 1 અને 2ના કાર્યકર્તા અને મતદાતાઓને સંબોધન કર્યું હતું. સૌથી પેહલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સાંજે 7 કલાકે ઉતરાણ ખાતે આવેલા ઈશ્વર શાંતિ પ્લોટમાં વોર્ડ નંબર 1અને 2ના અને ત્યાર બાદ 8 કલાકે સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા આરજેડી પાર્ટી પ્લોટમાં વોર્ડ નંબર 3, 4, 5, 14, 15, 16, 17 અને 18ના કાર્યકર્તા અને મતદાતાઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો પૂર્વ કોર્પોરેટરો બોર્ડના પ્રમુખ અને ઉમેદવારો હાજર રહ્યા હતા.
120 ઉમેદવારો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વર્ચ્યુઅલ સંકલ્પ લીધા હતા. વિવેકાનંદ પ્રતિમા પાસે એકી સાથે શહેરના 120 ઉમેદવારો મક્કાઈ પુલ પાસે એકઠા થયા હતા. આ તમામ 120 ઉમેદવારો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી, ત્યારે વિજય રૂપાણીએ તમામ ઉમેદવારોને પ્રજાની નિષ્ઠાપૂર્વક સેવા કરવાની વાત કરી હતી.
આમ આદમી દ્વારા પાટીદારોને ખેંચવાનો પ્રયાસ
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સત્તાવાર રીતે સ્થાન મળી ગયું છે, ત્યારે હવે આ સમયે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વાર સુરતના કોઈપણ વિસ્તારમાંથી સમર્થન મળે ત્યારે ત્યાંથી પોતાના ઉમેદવારો ઊભા કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતના પાટીદાર તરીકે ગણાતા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા લોકોના ઘરે ઘરે જઈ દિલ્હીમાં થયેલા આમ આદમી પાર્ટી દ્વારા સુધારા વધારાની ચર્ચાઓ કરી કરી રહ્યા છે. બીજી તરફ પાટીદારોને કોંગ્રેસનો સાથ ન મળતા આમ આદમી પાર્ટી તેઓના સાથે ઊભા છે તેમ હવે પાટીદારોને આમ આદમી પાર્ટીમાં ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.
2015માં 25 જેટલાં કોંગ્રેસી ઉમેદવાર વિજયી થયા હતા
2015ના મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારોમાં કુલ 36 જેટલા ઉમેદવારો વિજયી થયા હતા. જેમાંથી 25 કરતાં વધારે ઉમેદવારો કોંગ્રેસના કોર્પોરેટરો હતા અને ત્યારે તેની પાછળ સૌથી મોટું કારણ એ હતું કે ત્યારે ગુજરાતમાં થઈ રહેલા પાટીદાર આંદોલનને લઈને આ કોર્પોરેટરો ફાવી ગયા હતા. જે વિસ્તારોમાં પાટીદાર આંદોલન ખૂબ જ ઉગ્ર સ્વરૂપ લઇને ચાલ્યું તે વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા પોતાના મત માંગી વિજય થયા હતા.