ETV Bharat / city

સુરતમાં 30 વોર્ડની 120 બેઠક માટે ભાજપમાં 1949 લોકોએ દાવેદારી નોંધાવી

સુરત મનપાના 30 વોર્ડ અને 120 બેઠકો માટે ઉમેદવાર બનવા લોબિંગ ચાલુ થઈ ગયું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની રજૂઆતો સાંભળવા માટે ભાજપના નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન વોર્ડ વાઇઝ દાવેદારોનાં સેન્સ લેવામાં આવ્યા હતા.

bjp
bjp
author img

By

Published : Jan 27, 2021, 9:03 AM IST

  • પહેલા દિવસે 16 વોર્ડમાંથી કુલ 1041 લોકોએ દાવેદારી નોંધાવી
  • 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન
  • અલગ-અલગ 7 સ્થળો પર 21 નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા

સુરત : મનપાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારી કરવા માંગતા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. 30 વોર્ડના 120 બેઠક માટે કુલ 1949 લોકોએ દાવેદારી નોંધાવી છે. પહેલા દિવસે 16 વોર્ડમાંથી કુલ 1041 લોકોએ દાવેદારી નોંધાવી ફોર્મ જમા કરાવ્યા હતા. 55 વર્ષથી વધુ ઉંમરનાએ દાવેદારી ન કરવાની પ્રદેશ પ્રમુખની ટકોરને પણ કિનારે કરી કેટલાક જુના જોગીઓ પણ કિસ્મત અજમાવવા નિરીક્ષકો સામે પોતાની પ્રોફાઈલ સાથે રજૂ થયા હતા.

સુરત મનપાના 30 વોર્ડ અને 120 બેઠકો માટે ઉમેદવાર બનવા લોબિંગ ચાલુ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે આ વખતે સુરત મનપાના 30 વોર્ડ અને 120 બેઠકો માટે ઉમેદવાર બનવા લોબિંગ ચાલુ થઈ ગયું છે ત્યારે સુરત મહાનગરપાલિકા ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની રજૂઆતો સાંભળવા માટે ભાજપના નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન વોર્ડ વૉઇઝ દાવેદારોનાં સેન્સ લેવામાં આવ્યા હતા. સુરતના અલગ-અલગ 7 સ્થળો પર 21 નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા.

જમા થયેલા ફોર્મની યાદી
જમા થયેલા ફોર્મની યાદી
સૌથી વધુ દાવેદારી વોર્ડ નંબર 10 અડાજણ, પાલ-ઈચ્છાપુરમાં થઈ

ભાજપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દાવેદારી માટે ફોર્મ વિતરણ ચાલુ કરાયું હતું. જેમાં લગભગ 4 હજાર ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા તેમજ અનેક પ્રશ્નો કર્યા હતા. આજે તે પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરતમાં સૌથી વધુ દાવેદારી વોર્ડ નંબર 10 અડાજણ, પાલ અને ઈચ્છાપુરમાં થઈ હતી. અહીં 103 લોકોએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે ડભોલી-સિંગણપુર વોર્ડ નંબર 8માં 80 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી હતી. સૌથી ઓછી દાવેદારી વોર્ડ નંબર ચાર કાપોદ્રામાં 36 લોકોએ નોંધાવી હતી. ત્યારબાદ વોર્ડ નંબર 17 પુણા પૂર્વ અને કોડ નંબર 14 ઉમરવાડા-માતાવાડીમાં 41 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.