ETV Bharat / city

19 વર્ષીય વિહાર પરીખ સાઈકલ ઉપર કાશ્મીર થી કન્યાકુમારી સુધીની સફર ખેડવાં નીકળ્યો

author img

By

Published : Oct 26, 2021, 4:21 PM IST

Updated : Oct 26, 2021, 6:28 PM IST

પર્યાવરણ અંગે લોકોને જાગૃત કરવા માટે અમદાવાદનો 19 વર્ષીય વિહાર પરીખ સાઈકલ ઉપર કાશ્મીર થી કન્યાકુમારી સુધીના સફર પર નીકળ્યો છે. માત્ર 3 જોડી કપડા અને એક સ્લીપિંગ બેગ લઇને નિકળ્યો છે. વિહાર એક મહિનામાં 1900 કિલોમીટર જેટલું અંતર કાપી ચુક્યો છે.

19 વર્ષીય વિહાર પરીખ સાઈકલ ઉપર કાશ્મીર થી કન્યાકુમારી સુધીની સફર ખેડવાં નીકળ્યો
19 વર્ષીય વિહાર પરીખ સાઈકલ ઉપર કાશ્મીર થી કન્યાકુમારી સુધીની સફર ખેડવાં નીકળ્યો
  • કાશ્મીર થી કન્યાકુમારી સુધીનું 3500 થી વધુ કિલોમીટરનું અંતર સાઈકલ પર કાપશે
  • વિહાર પરીખે 24 સપ્ટેમ્બરનાં રોજ જમ્મુ કાશ્મીરથી તેના સફરની શરૂઆત કરી
  • વિહાર એક મહિનામાં 1900 કિલોમીટર જેટલું અંતર કાપી ચુક્યો છે

સુરત : મૂળ અમદાવાદનો રહેવાસી વિહાર પરીખે 24 સપ્ટેમ્બરના રોજ સાઈકલ ઉપર જમ્મુ કાશ્મીર થી તેના સફરની શરૂઆત કરી હતી. તે કાશ્મીર થી કન્યાકુમારી સુધીનું 3500 થી વધુ કિલોમીટરનું અંતર સાઈકલ પર કાપવાનો છે. 24 સપ્ટેમ્બરે તેણે તેના આ સફરની શરૂઆત કરી હતી અને ગઇકાલે સુરત આવી પહોંચ્યો હતો. તે રોજ સાંજે 7 વાગ્યા સુધી જ સાઈકલિંગ કરે છે અને પેટ્રોલપંપ, ધાબા જેવા સુરક્ષિત સ્થળોએ રોકાણ કરે છે.

ગુગલ મેપને બદલે હવે લોકલ ડાયરેક્શન પ્રમાણે સફર ખેડે છે

વિહાર પરીખે જણાવ્યું હતું કે, એક દિવસમાં લોગેસ્ટ રાઈડ કુરુક્ષેત્ર થી દિલ્હીની 220 કિલોમીટરની કરી છે. શરૂઆતમાં ગુગલ મેપ સહારે જ સફર કરતો હતો. પરંતુ બે ત્રણ વખત થોડા ખરાબ અનુભવ થયા હતા. જેમાં ઉદયપુર હાઈવે પાસે 30-40 કિલોમીટર ખરાબ રસ્તા ઉપર જતો રહ્યો હતો અને એટલું જ અંતર પરત આવવા ફરીથી કાપવું પડયું હતું અને તેનો એક દિવસ તેમાંજ બગડી ગયો હતો. જેને લઇને હવે તે ગુગલ મેપ કરતાં લોકલ ડાયરેક્શન ઉપર વધારે ભાર મૂકીને આગળ વધી રહ્યો છે.

દરરોજ 70 થી 80 કિલોમીટર સાઈકલ ચલાવે છે

વિહાર પરીખે વધુંમાં જણાવ્યું હતું કે, વહીલ્સ ફોર ગ્રીન, ફિટ ઈન્ડિયા, પોલ્યુશન ફ્રી ઈન્ડિયા અને ઇકોફ્રેન્ડલી ટ્રાવેલ આવી થીમ પ્રત્યે લોકજાગૃતિ આવે તેનાં માટે તો આ સફર કરી રહ્યો છે. વડાપ્રધાનનાં યુવા જાગૃતિ અભિયાનથી પ્રેરિત થયો છે દરરોજ 70 થી 80 કિલોમીટર સાઈકલ ચલાવે છે. પરિવારનો સપોર્ટ હોવાને કારણે જ આ સફર સર કરી રહ્યો છે. ઓછા બજેટમાં ટ્રાવેલ કરી રહ્યો છે. શરૂઆતમાં થાક લાગતો હતો પરંતુ હવે આદત પડી ગઈ છે.

આ પણ વાંચો : અમદાવાદમાં દિવાળીને લઇને ખરીદીમાં તેજી, વેપારીઓમાં ખુશીની લાગણી પ્રસરી

આ પણ વાંચો : ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં અભાવનાં કારણે દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળને થશે ફાયદો

Last Updated : Oct 26, 2021, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.