- અંબાલાલ આંગડિયા પેઢીમાંથી કર્મચારી 15 લાખ લઇને નીકળ્યા
- બે અજાણ્યા શખ્સોએ પાછળથી બેગ લૂંટી નાસી ગયા
- CCTV કેમેરાના ફુટેજથી લુંટારૂઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા
સુરત : ભવાની વડ ખાતે આવેલી અંબાલાલ મોહનલાલ આંગડીયા પેઢીનો કર્મચારી મંગા રામે સોમવારે સાંજના છ વાગ્યાના સુમારે પેઢીના ઓફિસમાંથી રોકડા રૂપિયા 15 લાખ લઈને એક બેગમાં ભરી ચાલતો જતો હતો. નજીકમાં થોડો ભાગ શેરીમાં આવેલી બીજી આંગડિયા પેઢી રામચંદ્ર આંગડિયામાં જમા કરાવવા માટે નીકળ્યો હતો. મંગારામ ચાલતો-ચાલતો તો થોભા શેરીના નાકે પહોંચ્યો હતો. તે સમયે પાછળથી એક બાઇક ઉપર બે અજણાયા શખ્સો આવ્યા હતા. પાછળ બેઠેલા વ્યક્તિએ મંગારામના હાથમાંથી અચાનક 15 લાખ ભરેલી બેગ ઝુંટવી લઈ તરત જ બાઈક ભગાવી બંન્ને જણા નાસી ગયા હતા.
આ પણ વાંચો : સુરતમાં ભાગ્યોદય જવેલર્સમાં લૂંટ અને ફાયરિંગની ઘટના
CCTV કેમેરાના ફૂટેજ મેળવી લૂંટારૂઓને શોધવા ચક્રો ગતિમાન
ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને મહિધરપુરા પોલીસને જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના બની તે સ્થળથી શોભા શેરી અને અંબાલાલ મોહનલાલ આંગડિયા પેઢી અને તેની નજીકના વિસ્તારમાં આવેલા તમામ CCTV કેમેરાના ફૂટેજ મેળવીને લૂંટારૂઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : સુરતમાં લુંટારુઓનો આતંક: બાઈક પર જતાં લોકોની ચપ્પુની અણીએ કરી લૂંટ