ETV Bharat / city

15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રી- એન્ટ્રી, વાહનો પાણીમાં ડૂબ્યા

લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. થોડા સમયના વરસાદે શહેરને પાણી પાણી કરી દિધું હતું. વરસાદને કારણે 25 વાહનો ડૂબી ગયા હતા.

varsad
15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રી- એન્ટ્રી, વાહનો પાણીમાં ડૂબ્યા
author img

By

Published : Jul 11, 2021, 11:55 AM IST

  • આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
  • વરસાદની આગાહી બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
  • 25 થી વધુ વાહનો વરસાદી પાણીમાં ડૂબ્યા

સુરત:આશરે 15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી જોવા મળી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં ખાતે આવેલ માર્કેટ થી લઇ ભૂલકા ભવન સ્કુલ સુધી વાહનો પાણીમાં ડૂબ્યા હતા.

કોરપોરેશની પોલ ખુલ્લી પડી
સુરતના 15 દિવસ બાદ મેઘરાજાની રી-એન્ટ્રીના કારણે ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પોલ ખૂલી ગઈ છે. સુરત અડાજણ ગોરાટ રોડ પર વરસાદી પાણી ભરાતા બે-પાંચ કે દસ નહિ પરંતુ આશરે 25થી વધુ વાહનો પાણીમાં ડૂબ્યા હતા. સુરતમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.લિંબાયત, ઉધના ગરનાળા, લિંબાયત ગરનાળા, કતારગામ, અડાજણ, ડભોલી, પુણાગામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રી- એન્ટ્રી, વાહનો પાણીમાં ડૂબ્યા

આ પણ વાંચો : Surat Rain News - ઉમરપાડામાં મેઘરાજા મહેરબાન

ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

સુરત પ્રાઈમ માર્કેટ થી લઇ ભૂલકા ભવન સ્કુલ અને પ્રાઈમ માર્કેટ એલપી સવાની સ્કૂલ વચ્ચેના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી. હવામાન ખાતા હે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતાં જ ખેડૂતો મા ખુશીનો માહોલ છવાયો છે વાવણી નો પ્રશ્ન હલ થઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Surat Rain Forecast: સુરત જિલ્લામાં આગામી બે દિવસ દરમ્યાન છૂટોછવાયો વરસાદ પાડવાની સંભાવના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.