- સુરતમાં કોરોનાના કાબૂમાં લાવવા મનપા અને આરોગ્યની ટીમ મેદાને
- બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી સંભાળવાની ખૂબ જરૂર
- શાળાએ જતા 450 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા હતા
આ પણ વાંચોઃ દેશમાં પ્રથમ કિસ્સો, વડનગર સિવિલમાં પોઝિટિવ મહિલા અને ટ્વીન્સ બેબી કોરોના મુક્ત
સુરત: સુરતમાં કોરોનાને કાબૂમાં લાવવા મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ કામ કરી રહી છે. મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, માર્ચ પછી 10 વર્ષથી ઓછી વયના 124 નોનસ્કૂલિંગ બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જોકે, શાળાઓ શરૂ હતી ત્યારે શાળાએ જતા 450 જેટલા બાળકો સુરતમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે ત્યારે હવે કોરોનાના આ નવા સ્ટ્રેનથી બાળકોને પણ સંભાળવાની જરૂર છે.
આ પણ વાંચોઃ રાજકોટઃ વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનાર નવજાત બાળક થયું કોરોના મુક્ત
24 કલાકમાં સુરતમાં કોરોનાના 744 નવા કેસ નોંધાયા
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 744 કેસ નોંધાયા છે. શહેરમાં એક જ દિવસમાં 602 અને જિલ્લામાં 142 મળી કુલ 744 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે..
સુરતમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 1176 પર પહોંચ્યો
બીજી તરફ કોરોનાની સારવાર લઈ રહેલી 2 મહિલા સહિત 3 દર્દીઓના મોત નીપજ્યા છે. વધુ 3ના મોત સાથે મૃત્યુઆંક 1176 ઉપર પહોંચી ગયો છે. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાથી દૂર રહેવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને હાઈજિન જેવા નિયમોના પાલન જરૂરી છે. આ સાથે લોકો વેક્સિનેશન કરાવે એ પણ અગત્યનું છે.