ETV Bharat / city

108 ઈમરજન્સીના 120 કર્મચારીઓ રજા વગર 24 કલાક બજાવી રહ્યા છે ફરજ

સુરત શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી નવી સિવિલ હોસ્પિટલમાં 108 ઈમરજન્સી હેલ્પલાઈનની ટીમના 120 કર્મયોગીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. કોરોના દર્દીઓને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં લઇ આવવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.

108 ઈમરજન્સી હેલ્પલાઈન
108 ઈમરજન્સી હેલ્પલાઈન
author img

By

Published : Jul 21, 2020, 3:26 PM IST

સુરત: સામાન્ય જનતા માટે કોઈ પણ ઈમરજન્સીમાં મેડિકલ સેવા પૂરી પાડતા 108ના કર્મચારીઓ કોરોના સામેના જંગમાં સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયા છે. સિવિલની 108ની ટીમનો મહત્તમ સ્ટાફ પરિવારથી 4 મહિનાથી દૂર રહી પોતાની ફરજ નિભાવી રહ્યો છે.

108 ઈમરજન્સી હેલ્પલાઈન
સુરત 108ના હેડ રોશન દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના સંક્રમણના પ્રારંભથી જ અમારી 108 ઈમરજન્સી સેવાના 120 કર્મીઓએ આજ સુધી એક પણ દિવસની રજા લીધી નથી.

સુરત 108ના હેડ રોશન દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના સંક્રમણના પ્રારંભથી જ અમારી 108 ઈમરજન્સી સેવાના 120 કર્મીઓએ આજ સુધી એક પણ દિવસની રજા લીધી નથી. 24 કલાક પોતાની ફરજ બજાવી રહ્યા છે. અમારી પાસે કુલ 28 એમ્બ્યુલન્સ છે, જેમાંથી 15 એમ્બ્યુલન્સ કોવિડ 19ની સેવામાં તૈનાત છે. શરૂઆતમાં કોરોના દર્દીને લાવવા લઈ જવામાં સ્ટાફના સભ્યોને ડર જરૂર લાગતો હતો, પરંતુ કોઈ પણ વિકટ સ્થિતિમાં ફરજને પ્રાધાન્ય આપવું એ અમારી ફરજ છે. કર્મચારીઓ PPE કીટ પહેરવા સાથે તમામ સલામતીના પગલાંઓને અનુસરી કોરોના દર્દીને લેવા સુરતના વિવિધ વિસ્તારમાં પહોંચે છે અને વિના વિલંબે દર્દીને હોસ્પિટલાઇઝ કરે છે.

108 ઈમરજન્સી હેલ્પલાઈન
સિવિલની 108ની ટીમનો મહત્તમ સ્ટાફ પરિવારથી 4 મહિનાથી દૂર રહી પોતાની ફરજ નિભાવી રહ્યો છે.

108ના પાયલોટ કલ્પેશ રબારીએ જણાવ્યું હતુ કે, અમને કોરોના પોઝિટિવ દર્દીઓને તેમના ઘરેથી સિવિલ હોસ્પિટલમાં લાવવાની કામગીરી સોંપવામાં આવી છે. દર્દીને લેવા જતાં સમયે સરકારની ગાઈડલાઈન મુજબ PPE કીટ પહેરીને તેમજ અન્ય સલામતીના પગલાં સાથે જઈએ છીએ. હેડ ઓફિસથી ફોન આવે એટલે તરત જ દર્દીનો સંપર્ક કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાની ફરજ અદા કરીએ છીએ.

108 ઇમરજન્સીના 120 કર્મચારીઓ રજા વગર 24 કલાક ફરજ બજાવી રહ્યા છે

આ પણ વાંચો - મહીસાગરમાં 108ની સેવાએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો વિગત

108ની ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન રાધિકા ઝાલાને પરિવાર પછી, પ્રથમ દર્દી છે. રાધિકા જણાવે છે કે, હું મૂળ સૌરાષ્ટ્રની વતની છું, અને મારો પરિવાર નવસારી રહે છે. છેલ્લા 4 વર્ષથી 108 સેવામાં ફરજ બજાવું છું. છેલ્લાં 4 મહિનાથી કોરોના કટોકટીમાં મને 108ની ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકેની ફરજ સોંપવામાં આવી છે. પરિવારને કોરોનાનું સંક્રમણ ન લાગે એટલા માટે 4 મહિનાથી ઘરથી દુર રહીને સુરતમાં રહી ફરજ નિભાવી રહી છું. પરિવારનો ફોન રોજ આવે છે, પૂછે છે કે, ‘બેટા, ઘરે ક્યારે આવવાની..? ત્યારે હું એમને કહું છું કે ‘અત્યારે નહિ, પણ હું જલ્દી આવી જઈશ.’

108ના ફિલિટ પાયલોટ જિજ્ઞેશ રોહિત જણાવે છે કે, હું કોવિડ 19 માટે ઉપયોગમાં લેવાતી 108 એમ્બ્યુલન્સમાં સેનિટાઈઝેશન અને મેન્ટેનન્સનું કામ કરું છું. કોરોના દર્દીને સિવિલમાં લાવ્યાં બાદ એમ્બ્યુલન્સને ખુબ જ કાળજીપૂર્વક સેનિટાઈઝેશન કરૂં છું. જેથી કોઈ અન્યમાં સંક્રમણ ન ફેલાય. આ સિવાય દરેક એમ્બ્યુલન્સને દિવસમાં બે વાર સેનિટાઈઝેશન કરવામાં આવે છે. ઇમરજન્સી 108ની એમ્બ્યુલન્સ સાથે સ્ટાફની સેવા હાલની કોરોના મહામારીમાં ખૂબ જ વધી છે. તેમ છતાં કર્મને જ સેવા માની પોતાની મુશ્કેલીઅને નજર અંદાજ કરી દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે પુર્ણતઃ યોગદાન આપી રહ્યા છે.

કોરોના જંગમાં રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ સેવા બની સજ્જ

કોઈ પણ કટોકટીના સમયમાં નાગરિકોની સેવા કરવા માટે 108 સેવાએ 24 કલાક અને 365 દિવસ તત્પર રહેતી હોય છે. જેમાં પ્રતિ દિવસે 35 હજારથી વધુ કેસો રજિસ્ટર થતાં હોય છે. પીપીપી મોડલ થકી 108ની સાથે હવે 104 હેલ્થ હેલ્પલાઇન નંબર પણ જે છે તે શરૂ કરવામાં આવી છે. જેમાં કોવિડ 19 સંબંધિત તમામ માહિતીઓ ઉપલબ્ધ થઇ શકે છે. રાજ્યમાં ટોટલ 104 નંબર હેલ્પલાઇનમાં 3 લાખ કોલ રજિસ્ટર થયા છે. જ્યારે 108 હેલ્પલાઇન નંબરમાં 89 હજારથી વધુ કોલ રજિસ્ટર થયા છે.

108 ઇમરજન્સી સેવાના COO જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે, કોરોના વાઇરસ સામે લડવા માટે થઈ 108ને 104 હેલ્પલાઇન નંબરની અલગ અલગ ટીમો તૈયાર છે જેમાં 60થી વધુ એમ્બ્યુલન્સ રાજ્યમાં અલગઅલગ જગ્યા ઉપર અને શહેરોમાં સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. જંતુનાશક દવાઓ અને સ્વચ્છતા રાખવા માટે પણ થઇ કોર્પોરેશન સાથે રાખી સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે.

108ની અંદર અત્યાર સુધીમાં 35 હજારથી કોલ નોંધાયા છે જેમાં અલગઅલગ રોગોને લઈને નોંધવામાં આવ્યા છે. 108ની ટીમ અત્યારે કોરોના વાઇરસને લઇ સજ્જ બની છે. 108ની અંદર એક અલગથી હોમ ક્વોરેન્ટાઇન જેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ સેવા જેને કોરોના વાઇરસને લઇ સૌથી વધુ એમ્બ્યુલન્સ જેમાં વેન્ટિલેટર સહિતની તમામ જરૂરિયાતની સામગ્રી સાથે સજ્જ કરી રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.