- સુરતમાં ધો-11ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
- ઓનલાઇન અભ્યાસમાં પડતી મુશ્કેલીઓને કારણે ભર્યુ પગલું
સુરત : કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે, જેમાં મોટા વરાછા વિસ્તારની આનંદધારા રેસીડન્સી ખાતે રહેતા કમલેશભાઈ લુણાગરીયાની ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી 15 વર્ષીય પુત્રીને ઘરે ઓનલાઇન અભ્યાસમાં મુશ્કેલી પડતા તે ટેન્શનમાં રહેતી હતી. મંગળવારે સાંજે પ્રગતિએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોતાની વ્હાલસોયી દીકરીના આપઘાતને લઈને પરિવારજનો ઉંડા આઘાતમાં છે.
![ઓનલાઇન અભ્યાસમાં પડતી મુશ્કેલીઓને કારણે ધો-11ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-sucidw-student-7200931_17122020135242_1712f_1608193362_918.jpg)
અભ્યાસને લઈને માનસિક તનાવમાં ન રહેવું
વિદ્યાર્થીનીના પિતા કમલેશભાઈ લુણાગરીયાએ અન્ય વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે અભ્યાસને લઈને માનસિક તનાવમાં ન રહેવું. કોઈ સમસ્યા હોય તો ઘરના સભ્યો સાથે વાતચીત કરજો. સાથે જ તેમણે વાલીઓને પણ અપીલ કરી છે કે પોતાના બાળકોને સાચવજો અને તેમને ભણવા માટે દબાણ ન કરતા.