- અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે દાન એકત્રિત
- સુરતની 11 વર્ષની નાની દીકરીએ સુરતમાં 4 રામકથા કરી
- 50 લાખ રૂપિયા નિધિ એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત
સુરતઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે રામ મંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતની 11 વર્ષની નાની દીકરીએ સુરતમાં 4 રામકથા કરીને 50 લાખ રૂપિયા નિધિ એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે. તેને લોકોને અપીલ કરી છે.
ભવ્ય રામમંદિર માટે સમર્પણ નિધિ આપવાના અનેક કિસ્સાઓ
ભવ્ય રામમંદિર માટે સમર્પણ નિધિ આપવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી છે. તે ભલભલાને આશ્ચર્યમાં મુકી દેશે. ધોરણ 6ની વિદ્યાર્થિનીએ લોકડાઉન દરમિયાન શાળાના ભણતરની સાથે ભગવદ્ ગીતાનું અધ્યયન શરૂ કર્યું, ત્યાર બાદ રામાયણ પઠન કરતા તેણે ભગવાન રામના અસ્તિત્વ અને તેમની મહાનતા અંગેની જાણકારી મળી ત્યારે તેને વિચાર્યું કે હવે રામ મંદિર બનાવવા માટે તે પણ પોતાની રીતે યોગદાન આપશે. જેથી આ નાનકડી ભાવિકા રાજેશ મહેશ્વરીએ માત્ર 11 વર્ષની ઉંમર રામ કથાનું વાંચન કરવાનો નિર્ણય લીધો હતો.
લોકો ભવ્ય રામ મંદિર બનાવવા માટે આ કથામાં દાન આપે
ભાવિકા અત્યાર સુધી 4 જેટલા રામકથા કરીને 50 લાખ જેટલો નિધિ એકત્ર કરી છે અને તેને નિધિ કોષમાં આપ્યા છે. જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામ કથા કહેતી હોય છે, ત્યારે લોકો જોતા જ રહી જતા હોય છે. દેશમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે, આટલી નાની ઉંમરમાં કોઈ દીકરી રામકથા કરી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો સાંભળી રહ્યા હોય અને આ કથા સાંભળ્યા બાદ તેઓ ભવ્ય રામ મંદિર બનાવવા માટે આ કથામાં દાન આપી રહ્યા છે.
ભાવિકા મોબાઈલ એડિકશન ક્લિનિક અને ટેલેન્ટ વર્લ્ડની ફાઉન્ડર પણ છે
ભાવિકાના પિતા રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, લોકો પોત પોતાની રીતે રામ મંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી આટલી નાની ઉંમરમાં રામકથા કરવાનો વિચાર્યું હતું. જેથી તે પણ ભવ્ય રામ મંદિર બનાવવા માટે પોતાનું યોગદાન આપી શકે આ મારી માટે ગર્વની વાત છે. ધોરણ 6માં અભ્યાસ કરતી ભાવિકા મોબાઈલ એડિકશન ક્લિનિક અને ટેલેન્ટ વર્લ્ડની ફાઉન્ડર પણ છે.