- નાના વરાછામાં આવેલી ડાયમંડ હોસ્પિટલની ઘટના
- કોરોના પોઝિટિવ મહિલાએ બાળકીને કરાવ્યું સ્તનપાન
- માત્ર 11 દિવસની બાળકીને થયો કોરોના
સુરતઃ શહેરમાં એક ગર્ભવતી મહિલાએ નવજાત બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલાને નાના વરાછામાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે બાળકીને સ્તનપાન કરાવી રહી હતી. તે પછી બાળકીની માતાને કોરોના થયો હતો, જેનું સંક્રમણ 5 દિવસની બાળકીને થયું હતું. આ નવજાત બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની નોનકોવિડ ડાયમંડ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. મંગળવારે 11 દિવસની આ બાળકીને કોરોના વાયરસમાંથી બચાવવા માટે રેમડેસીવીર ઈન્જેક્શન આપી સારવાર શરૂ કરવામાં આવી છે. બાળકીને કોરોના થતા તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ગુડી પડવાના દિવસે જ માતમ, ઓક્સિજનની અછત સર્જાતા 10 દર્દીઓના મોત

મહિલા કોરોના પોઝિટિવ હોવા છતાં બાળકીના જીવની ચિંતા કર્યા વગર કરાવ્યું સ્તનપાન
હાલમાં હોસ્પિટલમાં બાળકીની કાળજીપૂર્વક સારવાર કરાઈ રહી છે. બાળકીના પિતા કાપડની દુકાનમાં નોકરી કરે છે. આ અંગે ડાયમંડ હોસ્પિટલના CEO ડોક્ટર હરેશ પાઘડાએ જણાવ્યું હતું કે, એક મહિલાએ 4 દિવસ પહેલા જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. મહિલા પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં તેણે બાળકીના જીવની ચિંતા કર્યા વગર તેને સ્તનપાન કરાવ્યું હતું. ત્યારબાદ બાળકી પણ કોરોના પોઝિટિવ આવી હતી.

આ પણ વાંચોઃ રેમડેસીવીરની રાજનીતિઃ પાટીલનો દાવો, રાજ્ય સરકારે ઈન્જેક્શન માટે કોઈ મદદ કરી નથી
હોસ્પિટલનો સ્ટાફ 11 દિવસની બાળકીની રાખે છે કાળજી
ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, 11 દિવસની બાળકીને કોરોનાથી બચવા હોસ્પિટલના ડોક્ટરો કિરણ હોસ્પિટલમાંથી રેમડિસીવીર ઈન્જેક્શન મેળવીને બાળકીને આપવામાં આવ્યું હતું. જોકે, બાળકીની માતા હાલ કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલનો સ્ટાફ 11 દિવસની બાળકીની કાળજી લઈ રહ્યો છે.