ETV Bharat / city

પહેલા ભજિયાં ને હવે આ કામથી કેદીઓ જીતી રહ્યા છે લોકોના દિલ

author img

By

Published : Jul 22, 2022, 3:02 PM IST

સુરતમાં લાજપોર જેલના કેદીઓ વિશેષ આર્ટ બનાવી (Inmates of Lajpore Jail Special Art) રહ્યા છે. અહીં 30થી 40 કેદીઓ પોતાના સપના, સી લાઈફ, નેચર લાઈફ જેવી આર્ટ ટાઈલ્સ પર ઊતારી રહ્યા છે. ત્યારે તેમની આ કળાએ લોકોનું આકર્ષણ ખેંચ્યું છે.

પહેલા ભજિયાં ને હવે આ કામથી કેદીઓ જીતી રહ્યા છે લોકોના દિલ
પહેલા ભજિયાં ને હવે આ કામથી કેદીઓ જીતી રહ્યા છે લોકોના દિલ

સુરતઃ દરેક વ્યક્તિમાં કંઈકને કંઈક વિશેષ કળા હોય છે. બસ વાત છે તેને ઓળખવાની. આવી જ રીતે પોતાની કળાને ઓળખી છે લાજપોર જેલના (Inmates of Lajpore Jail Special Art) કેદીઓએ. જી હાં, અહીંના કેદીઓએ ટેરાકોટા ટાઈલ્સ પર વિવિધ પ્રકારની આર્ટ (Art of prisoners on terracotta tiles) કરી છે. સાથે જ કેદીઓએ પોતાના સપના, સી લાઈફ, નેચર લાઈફ જેવી આર્ટ વિવિધ ટાઈલ્સ પર બખૂબી રીતે ઊતારી છે. તેમની આ કળાને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.

સુરતમાં લાજપોર જેલના કેદીઓએ બનાવી વિશેષ આર્ટ

પહેલા ભજિયાં ને હવે આર્ટ - લાજપોર જેલમાં નાનામોટા ગુનામાં સજા ભોગવતા કેદીઓ માત્ર ભજિયાં બનાવી લોકોને ખવડાવીને જ નહીં, પરંતુ ટાઈલ્સ પર વિવિધ આર્ટ બનાવીને પણ લોકોનું મન જીતી રહ્યા છે. શહેરની ઑરો યુનિવર્સિટીના પરિવર્તન પાઠશાળા પ્રોજેક્ટ (Auro University Transformational School Project) અંતર્ગત કેદીઓને સ્કિલ ડેવલમેન્ટ એક્ટિવિટી (Skill Development Activity of Prisoners) કરાવવામાં આવી હતી. તે અંતર્ગત તેમને પોટરી અને પેઈન્ટિંગ શિખવવામાં આવી હતી.

આ પણ વાંચો- બાળ કલાકારના એક ગીતે બોલીવુડના દિગ્ગજ કલાકારોને નાચવા કર્યા મજબૂૂર

કેદીઓને અપાઈ 5 મહિનાની ટ્રેનિંગ - જોકે, 5 મહિનાની ટ્રેનિંગ પછી 40 જેટલા કેદીઓએ અત્યંત આકર્ષક ટાઈલ્સ આર્ટ (Inmates of Lajpore Jail Special Art) કરી છે. સાથે જ યુનિવર્સિટીના 40 જેટલા વિદ્યાર્થીઓએ પણ આ ટાઈલ્સ બનાવી છે. હવે આ ટાઈલ્સને લાજપોર સેન્ટ્રલ જેલની ડેડિકેટેડ વોલ પર લગાવવામાં આવશે.

કેદીઓ પોતાના સપના, સી લાઈફ, નેચર લાઈફ જેવી આર્ટ ટાઈલ્સ પર ઊતારી રહ્યા છે

આ પણ વાંચો- કચ્છી રોગાન કળા ફરી વિશ્વ સ્તરે ચમકી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના PMને આપી ભેટ

સંપૂર્ણ રીતે તૈયાર થતા 30 કલાક થાય છે - આ અંગે યુનિવર્સિટીના (Auro University Transformational School Project) સેન્ટર ઑફ કાઉન્સેલિંગ અને વેલ બિઈંગના (Center of Counseling and Well Being) હેડ ઑફ ડિપાર્ટમેન્ટ વિનાબેને જણાવ્યું હતું કે, લાજપોર જેલના SP મનોજ નિનામાની (Lajpore Jail SP Manoj Ninama) પણ ઈચ્છા હતી કે, કેદીઓને સ્કિલ ડેવલપમેન્ટ એક્ટિવિટી કરાવવામાં આવે, જેથી તેઓ જ્યારે સજા પૂરી કરી નવા જીવનની શરુઆત કરે તો તેમને આવી એક્ટિવિટી મદદરૂપ થઈ શકે. કેદીઓએ બનાવેલી આ ટાઈલ્સ ખૂબ જ સુંદર છે.

ટાઈલ્સ પર આર્ટ કરતા લાગે છે 3થી 4 કલાક - તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારા ફેકલ્ટી જૂહિકા દેવીના માર્ગદર્શન થકી કેદીઓએ તેમના સપના, આઝાદ પક્ષીઓ, નેચર, ઝાડ, પાણી વગેરે ટાઈલ્સ પર કંડાર્યા છે. એક ટાઈલ્સને આર્ટ કરતા 3-4 કલાક થાય છે. જ્યારે તેને સંપૂર્ણ રીતે તૈયાર થતા 30 કલાક થાય છે. આવી 90 ટાઈલ્સ બનાવવામાં આવી છે, જેમાંથી 40 જેટલા કેદીઓની છે અને બાકીની વિદ્યાર્થીઓએ બનાવી છે, જેને જેલમાં જ લગાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.