ETV Bharat / city

ભારે કરીઃ કોરોનાની સુરત પર ભારે અસર, સુરતમાં 12 કરોડથી વધુ રૂપિયાના 1.50 લાખ રેમડેસીવીર વેચાયા

author img

By

Published : May 21, 2021, 2:12 PM IST

કોરોનાની બીજી લહેરમાં સુરતમાં સંક્રમણની સંખ્યા રોજેરોજ વધતા સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં બેડની અછત સર્જાઈ હતી. અતિ ગંભીર દર્દીઓ માટે આપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શન માટે પણ હાહાકાર જોવા મળ્યો હતો. ઇન્જેક્શન માટે સુરતીઓ વલખા મારી રહ્યા હતા.

કોરોનાની સુરત પર ભારે અસર, સુરતમાં 12 કરોડથી વધુ રૂપિયાના 1.50 લાખ રેમડેસીવીર વેચાયા

  • સુરત જિલ્લા કલેક્ટરને ઇન્જેક્શન આપવાની જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવી
  • ઇન્જેક્શનની કાળાબજારી પણ સામે આવી હતી
  • દોઢ લાખથી પણ વધુ રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે

સુરત: કોરોનાની બીજી લહેરમાં સુરતમાં સંક્રમણની સંખ્યા રોજેરોજ વધતા સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં બેડની અછત સર્જાઈ હતી. એટલું જ નહીં અતિ ગંભીર દર્દીઓ માટે આપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શન માટે પણ હાહાકાર થયો હતો. રેમડેસીવીર ઇન્જેક્શનની અછત ઉભી થઇ રહી છે.

1.50 લાખથી વધુ રેમડેસીવીર ઇન્જેક્શન સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આપ્યા

સુરત જિલ્લા કલેક્ટરને ઇન્જેક્શન આપવાની જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ દોઢ મહિના દરમિયાન સુરત જિલ્લા કલેક્ટરે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આશરે 12 કરોડથી વધુ કિંમતના 1.50 લાખથી વધુ રેમડેસીવીર ઇન્જેક્શન સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આપ્યા છે.

આ પણ વાંચોઃ રેમડેસીવીર ઈનજેક્શન ટૂંક સમયમાં કોરોના સારવારમાંથી બહાર કાઢી શકાય છે: નિષ્ણાત

સુરતમાં અચાનક જ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી

કોરોનાની બીજી લહેરમાં સુરતમાં અચાનક જ રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી. ઇન્જેક્શનની કાળાબજારી પણ સામે આવી હતી. લોકો સાડા આઠસો રૂપિયાના એક ઇન્જેક્શનના પાંચ હજારથી લઇને દસ હજાર રૂપિયા કાળા બજારી કરનારા લોકોને આપી રહ્યા હતા. સુરતમાં ઇન્જેક્શન નહીં મળતા લોકો ગુજરાત બહાર મુંબઈ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગોવાથી પણ ઇન્જેક્શન મગાવી રહ્યા હતા.

સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલની અધ્યક્ષતામાં રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચાડાયા

સરકારે ઇન્જેક્શનની અછત દૂર કરવા માટે અગત્યનો નિર્ણય લીધો હતો. જિલ્લાના કલેક્ટરને દર્દીઓ સુધી આ ઇન્જેક્શન પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કલેક્ટર પાસે જ્યારે આ જવાબદારી આવી ત્યારથી લઈને દોઢ મહિના સુધી સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલની અધ્યક્ષતામાં શહેરના સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં દોઢ લાખથી પણ વધુ રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે.

કલેક્ટર કચેરીથી શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવાનું શરૂ કરાયુ હતું

સુરત જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા ETV Bharatને આ અંગે માહિતી આપવામાં આવી હતી કે, કોરોનાની બીજી લહેરમાં સુરત કલેક્ટર કચેરી ખાતેથી શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું હતું. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 7 એપ્રિલ 2021થી લઈને 20મે 2021માં સુરત જિલ્લા કલેક્ટર દ્વારા 1,50,421 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.

ઇન્જેકશનની ફાળવણીને લઇને વિગતવાર આંકડાઓ

  • સુરત સ્મીમેર હોસ્પિટલમાં 29એપ્રિલ 2021થી લઈને 20મે 2021 સુધી 6,550 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.
  • સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 7એપ્રિલ 2021થી લઈ 20મે 2021 સુધીમાં 44,494 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.
  • શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં 7એપ્રિલ 2021થી લઈ 20મે 2021 સુધી 89,727 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.
  • સુરત ગ્રામ્ય વિસ્તારની પ્રાઇવેટ હોસ્પિટલમાં 21એપ્રિલ 2021થી લઈ 20મે 2021 સુધીમાં 9,650 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંંચોઃ ક્યારે અને કેવા દર્દીને આપવામાં આવે છે રેમડેસીવીર? જાણો નિષ્ણાંત પાસેથી

12 કરોડથી વધુ રૂપિયાના કુલ 1,50,421 ઈન્જેક્શન

સુરતમાં 850થી લઈને 1,250 રૂપિયા સુધીની આ કિંમત દર્દીઓના સંબંધીઓ આપી ઇન્જેક્શન મેળવતા હતા. જો માત્ર એક ઈન્જેક્શનની કિંમત રૂપિયા 850 જ ગણવામાં આવે તો દોઢ મહિનામાં રૂપિયા 12 કરોડથી વધુના કુલ 1,50,421 ઈન્જેક્શનની ફાળવણી માત્ર સુરત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.