ETV Bharat / city

સેલવાસમાં વિદ્યાર્થીઓ ફૂટપાથ પર બેસીને ભણાવવામાં આવતા વાલીઓમાં રોષ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પંચાયત અને નગરપાલિકા સંચાલિત શાળાઓ કોરોના મહામારીને કારણે બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે સ્કૂલોના શિક્ષકોએ ઘરે જઈ બાળકોને ભણાવવાનુ શરુ કર્યું છે. તો બીજી બાજુ આ માટે જે તે વિસ્તારમાં વિદ્યાર્થીઓને ફૂટપાથ પર બેસાડી ભણાવવામાં આવતા હોવાથી વાલીઓમાં રોષ ફેલાયો છે.

ં
author img

By

Published : Jan 8, 2021, 1:25 PM IST

Updated : Jan 8, 2021, 1:55 PM IST

  • ફૂટપાથ પર બાળકો અભ્યાસ કરે છે
  • સેલવાસ નગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષકોને આદેશ
  • અભ્યાસ ના બગડે તે માટે શિક્ષકો ઘરે જઈ અભ્યાસ કરાવે

સેલવાસઃ સેલવાસ નગરપાલિકા સંચાલિત સ્કૂલોના શિક્ષકોએ ઘરે જઈ બાળકોને ભણાવવાનુ શરુ કર્યું છે. જેમાં કેટલીક જગ્યાઓ પર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફૂટપાથ પર બેસાડીને ભણાવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ રીતે કરાવતા અભ્યાસથી વાલીઓમાં નારાજગી વ્યાપી છે.

લોકડાઉન બાદ સૌથી મોટું નુકશાન વિદ્યાર્થીઓને થયુ છે. જેને ધ્યાનમા રાખી સરકારી તેમજ ખાનગી શાળાઓએ ઓનલાઈન ભણાવવાનુ શરૂ કર્યું છે. સરકારી શાળાઓમાં પણ ઓનલાઈન ભણતર ચાલી રહ્યુ છે. એની સાથે કેટલાક બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. જે ધ્યાને આવતા સેલવાસ પાલિકા સંચાલિત શાળાઓના શિક્ષકોને આદેશ આપી સવારથી બપોર સુધીના સમયમા આવતા તેમજ બપોરથી સાંજ સુધીના સમયમા આવતા વિદ્યાર્થીઓને ઘરે ઘર જઈ એમને જે ઓનલાઈન સમજાયુ ન હોય એ વિષય ભણાવવાનું સુચન કરવામાં આવ્યું હતું.

બગીચામાં કે ફૂટપાથ પર અપાય છે શિક્ષણ

આ આદેશ બાદ કેટલાક શિક્ષકો નાનામોટા બગીચામા બેસાડી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તો કેટલાક શિક્ષકો રોડ કિનારે આવેલા ફૂટપાથ પર વિદ્યાર્થીઓને બેસાડી ભણાવી રહ્યા છે. શિક્ષકોની આ રીતથી વિદ્યાર્થીઓના વાલીમાં રોષ જોવા મળ્યો છે. તેમજ કેટલાક વાલીઓએ શિક્ષકોને ફરિયાદ પણ કરી હતી.

સેલવાસમાં વિદ્યાર્થીઓ ફૂટપાથ પર બેસીને ભણાવવામાં આવતા વાલીઓમાં રોષx
વાલીઓ સહયોગ આપે તેવી શિક્ષકોની અપીલઆ અંગે શિક્ષણ અધિકારી બી.બી.પાટીલે જણાવ્યુ કે, લોકડાઉનથી બાળકોનું શિક્ષણ બગડે નહિ તે માટે અમારા દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ઓનલાઈન ભણાવવાની સાથે વર્કશીટ પણ આપી રહ્યા છીએ. તેમ છતાં બાળકોને ન સમજાય તો શિક્ષકો ઘરે જઈ ફળિયાના થોડા વિદ્યાર્થીને કોવિડ નિયમોના પાલન સાથે ભણાવી રહ્યા છે. જેમાં કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ફૂટપાથ પર બેસાડી બાળકોને ભણાવ્યા હોય એવી ફરિયાદ મળી છે. આવું ન બને એનુ પૂરતુ ધ્યાન રાખલામાં આવશે. આ કાર્યમા લોકોએ પણ સહયોગ આપવાની જરૂર છે.

શાળામાં જ નિયમોનું પાલન કરી અભ્યાસ કરાવે

વાલીઓના જણાવ્યા અનુસાર શિક્ષકો ઘર નજીક ભણાવવા આવે છે એ સારી વાત છે. પણ કોઈ કાયમી જગ્યા હોતી નથી. બાળકોએ રોજ અલગ અલગ જગ્યા પર ભણવા જવુ પડે છે. ચાલીઓમા તો હાલત વધુ ખરાબ છે એના કરતા સ્કૂલોમા જ થોડા થોડા વિદ્યાર્થીઓને ભણાવવા વધુ સારુ રહેશે. તે માટે પ્રશાસને વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.

Last Updated : Jan 8, 2021, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.